ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 301 દર્દીઓએ કોરોનાને હરાવ્યો.
ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 97.49 ટકા થયો
રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી 2,63,116 દર્દીઓએ કોરોનાને હરાવ્યો.
24 કલાકમાં કોરોનાના 407 કેસ નોંધાયા
રાજ્ય સરકારે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના રિકવરી રેટમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.ગુજરાતમાં કોરોના રિકવરી રેટ વધીને 97.49 ટકા પર પહોંચ્યો છે.સાથે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 407 પોઝિટિવ કેસ નોંધાયા.છે જયારે 301 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.જયારે એક દર્દીનું કોરોના વાયરસના કારણે મૃત્યુ થયું છે.
આમ કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા 4401 પર પહોંચી છે.અને રાજ્યમાં અત્યાર સુધી કોરોના 2.63.116 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં અન્ય 7 જીલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોધાયો નથી.જેમાં અરવલ્લી ,ડાંગ,નવસારી,પાટણ,પોરબંદર તેમજ સુરેન્દ્રનગર અને તાપીમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.
તેમજ કેન્દ્રિય સ્વાસ્થ મંત્રાલયના જણાવ્યા મુજબ 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 16,752 પોઝિટીવ કેસ નોધાયા છે.અને 113 લોકોનો કોરોનાના કારણે મૃત્યુ થયા છે. દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારાના કારણે ચિંતામાં વધારો થયો છે તો બીજી તરફ કોરોનાની નવી અને લહેર નબળી રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, જમ્મુ-કાશ્મીર અને મધ્યપ્રદેશ સહિત 8 રાજ્યોમાં કોરોનાના કેસ વધતા રોકવા કડક પગલાઓ લેવા સૂચન કરવામાં આવ્યું છે.