રાજ્યમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે જેને લઇને ગુજરાત હાઇકોર્ટે સરકારને આગામી 3 કે 4 દિવસ લોકડાઉન લગાવવાના નિર્દેશ કર્યો છે. રાજ્યમાં દિવસે ને દિવસે સ્થિતિ વણસી રહી છે જેનું હાઇકોર્ટે અવલોકન કર્યુ છે. રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ હોય છે. પરંતુ તેમ છતા કોરોના કાબૂમાં આવી નથી રહ્યો. આવામાં ગુજરાતમાં લોકડાઉનની જરૂર છે તેવું ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. ગુજરાતમાં લોકડાઉનની જરૂર હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે. સાથે જ હાલની સ્થિતિમાં કરફ્યૂની જરૂર હોવાનું પણ હાઈકોર્ટે અવલોક્યું છે.
ગુજરાત હાઈકોર્ટે કોરોનાની સ્થિતિ જોતા રાજ્ય સરકારને કેટલાક નિર્દેશ આપ્યા છે. જેમાં જાહેર કાર્યક્રમોમાં નિયમો કડક કરવા સૂચના આપી છે. સાથે જ કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પણ નિર્દેશ આપ્યા છે.
ગુજરાત ફરતે કોરોનાના દિવસેને દિવસે પોતાનો ભરડો મજબૂત કરી રહ્યું છે અને દૈનિક કેસ સતત નવી સપાટી વટાલી રહ્યા છે. હવે રાજ્યમાં કોરોનાએ પ્રથમવાર ૩ હજારની સપાટી વટાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ ૩,૧૬૦ કેસ નોંધાયા છે જ્યારે સુરતમાંથી ૭, અમદાવાદમાંથી ૬, ભાવનગર-વડોદરામાંથી ૧-૧ એમ ૧૫ના મૃત્યુ થયા છે. રાજ્યમાં ૯ ઓક્ટોબર એટલે કે ૧૭૮ દિવસમાં પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૧૬ હજારને પાર થયો છે. હાલમાં ૧૬,૨૫૨ એક્ટિવ કેસ છે જ્યારે ૧૬૭ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૩,૨૧,૫૯૮ જ્યારે કુલ મરણાંક ૪,૫૮૧ છે. આ પૈકી એપ્રિલના પાંચ દિવસમાં જ ૧૩,૯૦૦ કેસ નોંધાયા છે જ્યારે ૬૬ના મૃત્યુ થયા છે.