રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા ઓફલાઈન શિક્ષણને મંજુરી આપવામાં આવી છે. આજે 15મી જુલાઈ ધોરણ 12 અને કોલેજોના એફલાઈન વર્ગો આજથી શરૂ થશે.
છેલ્લા, દોઢ વર્ષથી વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે. ત્યારે સ્કુલો શરૂ કરવાની લીલીઝડી મળતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.મહત્વનું છે કે, સ્કૂલ સંચાલકોએ ઓફલાઈન શિક્ષણ મેળવવા માગતા વિદ્યાર્થીઓના વાલીની મંજુરી મેળવવી ફરજીયાત છે.અને જે વિદ્યાર્થીઓ સ્કૂલે આવવા ન માંગતા હોય, તેવા વિદ્યાર્થીઓ માટે સ્કુલોએ ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવાનું રહેશે.
આ સાથે જ આજે સવારની શાળાઓમાં હાજરી આપવા વિદ્યાર્થીઓ પહોંચ્યા છે. જોકે, ઓફલાઈનમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી છે. જોકે, સ્કૂલ આવનારા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. લાંબો સમય મોબાઈલની સ્ક્રીન પર ભણ્યા બાદ આખરે વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસમાંથી મુક્તિ મળી છે.
સ્કુલોએ હવેથી, ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારનું શિક્ષણ ચાલુ રાખવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, સ્કુલોએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલ કરવાનું રહેશે.અને શાળા સંચાલકો માત્ર 50% ક્ષમતા સાથે વિદ્યાર્થીઓના વર્ગો શરૂ કરી શકશે.
જો કે, શાળા શરૂ કરવા અંગે શિક્ષણ વિભાગ દ્વારા અગાઉથી જ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ એ માસ્ક પહેરવું ,સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અને શાળાઓએ નિયમિત વર્ગોને સેનેટાઈઝ કરવા ફરજીયાત છે.ઉપરાંત શાળામાં પ્રાર્થના સભા,અને ઉત્સવોની ઉજવણી કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
