ગુજરાત છે મક્કમ અને ભાજપ છે અડીખમ ગુજરાતમાં આજે ભાજપની દિવાળી: વિજય રૂપાણી

 

  • ભાજપની જીત પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુશી વ્યકત કરી
  • ફરી વખત ગુજરાતની જનતાએ વિકાસનો માર્ગ પસંદ કર્યો
  • ગુજરાતમાં આજે ભાજપની દિવાળી છે

 

ગુજરાત રાજ્યની 6 મહાનગરપાલિકાના પરિણામ આવવાના પગલે ભાજપની જીત થતા, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુશી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્થાપવામાં આવેલા વિકાસના પાયાનું પરિણામ છે.અને આ તકે ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે ભારતીય જનતા પાર્ટીમાં મૂકેલા વિશ્વાસને ભાજપ એળે જવા દેશે નહીં. આવનારા દિવસોમાં 6 મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર કોઇ ભાજપ દ્વારા કોઈ કચાશ રાખવામાં આવશે નહીં. તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાનગરપાલિકાની જનતાનો આભાર માન્યો હતો. ગુજરાત છે મક્કમ અને ભાજપ છે અડીખમ ગુજરાતમાં આજે ભાજપની દિવાળી છે.તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહએ ગુજરાતને ભવ્ય વિજય અપાવીને, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, એ ફરી વખત સાબિત કરી બતાવ્યું છે. તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતુ 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજયએ ગુજરાતની જનતાનો વિજય છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વિકાસની રાજનીતિનો ભવ્ય વિજય છે.

વર્ષોથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીને શહેરના વિકાસની જવાબદારી સોંપીને ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષણ કરનારા લોકોને એન્ટી ઇન્કમ્બન્સી શબ્દને ગુજરાતને લાગુ જ ના પડતો હોય તેમ ગુજરાતની જનતાએ વિજય અપાવીને બનાવ્યો છે.

 

સમગ્ર 6 મહાનગરોના મતદારોનો આભાર માનું છું. આ ચૂંટણીમાં સખત પરિશ્રમ કરનારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુજરાતની જનતાને ખાતરી આપું છું. આવનારા દિવસોમાં 6 મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર કોઇ કચાશ રાખશે નહીં.

 

Related posts

ધૂળેટીની ઉજવણીને લઈને DGP એ આપ્યા ગુજરાતમાં મોટા સમાચાર

Inside Media Network

શું તમે ફાલસા ફાયદા વિષે જાણો છો

Inside Media Network

ગુજરાત : આવતી કાલથી પાન મસાલાનાં ગલ્લાઓ રહશે બંધ

કોરોના થી પ્રભાવિત તમામ ક્ષેત્રો, પરંતુ ગુજરાતના હીરા ઉદ્યોગ પર કોઈ અસર નહીં

Inside Media Network

રિફાઈન્ડ ફૂડ ખાવાથી શરીરમાં આ જોખમમાં વધારો થઈ શકે છે.

Inside Media Network

હોળી 2021: ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના ઉદય યોગમાં આજે હોળીકા દહન શુભ

Inside Media Network
Republic Gujarat