ગુજરાતમાં રેમેડિસવીરની અછતને કારણે સોમવારે સુરતમાં ભારતીય જનતા પાર્ટીની ઓફિસની બહાર ડ્રગનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના માટે લાંબી લાઇનો જોવા મળી હતી.
દેશમાં અનિયંત્રિત કોરોના વાયરસની બીજી લહેર પાયમાલ કરી રહી છે. મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. કોરોના ચેપના વધતા જતા કેસો સાથે, ઘણા રાજ્યોમાં રેમેડિસવીર દવા અને ઓક્સિજનની અછત જોવા મળી છે. ગુજરાતમાં રેમેડિસવીરની અછતને કારણે સોમવારે સુરતમાં ભારતીય જનતા પાર્ટીની ઓફિસની બહાર રેમેડિસવીરનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના માટે લાંબી લાઇનો જોવા મળી હતી.
અમદાવાદમાં રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને મોટી કાર્યવાહી કરાઇ છે. અમદાવાદ શહેરની ચાર મોટી એજન્સીઓમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે. જેમાં નીપા મેડિકલ એજન્સી, પ્રભાત ફાર્મા, કે.બી.શાહ એન્ડ કંપની અને પી-રસિક એન્ડ કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. જેમાં રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજારને લઈને મોટી કાર્યવાહી કરાઇ છે. જેમાં પી.રસીક એન્ડ કંપનીને સીલ કરીને તેના માલિકની ધરપકડ કરાઇ છે. મહત્વનું છે કે અમદાવાદમાં રેમડેસિવિર ઇંજેકશનની કાળાબજારીને લઇને સર્ચની કામગીરી કરાઇ રહી છે. જેમાં રવિવારે રાત્રે ગોતામાં આવેલી ધ્રુવી ફાર્મામાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રવિવારના રોજ અમદાવાદના ગોતા વિસ્તાર ખાતે આવેલી ધ્રુવી ફાર્મા પર પોલીસે રેમડેસિવિર અને ટોસીલીઝૂમેબ ઇન્જેક્શનના જથ્થાને લઇને તપાસ કરી હતી. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચે જાણવાજોગ તપાસના આધારે રૂપેશ શાહની અટકાયત કરી હતી. ફાર્મા કંપની દ્વારા રિટેઈલ ઇન્જેક્શન વેચવા મામલે 600 ઇન્જેક્શનના સ્ટોકમાંથી 170 ઇન્જેક્શન વેચવામાં આવ્યાં. ઇન્જેક્શન રિટેઈલ વેચવાનું ફાર્મા કંપની પાસે લાઇસન્સ છે. મર્યાદિત ભાવ કરતા વધુ ભાવે રેમડેસિવિર ઇન્જેક્શન વેચતા હતાં કે કેમ તે બાબતે પણ તપાસ થઇ રહી છે.
