ગુજરાત સરકારની મોટી જાહેરાત: હવેથી રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગૂ

ગુજરાતમાં સુનામીની માફક ચોમેર ફરી વળેલ, કોરોના મહામારીને કારણે, ગુજરાત સરકારે વધુ નવ શહેરોમાં રાત્રી કરફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, અનાજની લે વેચ કરતા ગુજરાતભરના તમામ એપીએમસી બંધ કરવા અને પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ માત્ર 50 ટકાની ક્ષમતાએ જ ચલાવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વધુ નવ શહેર, હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ શહેરમાં રાત્રીના આઠ વાગ્યાથી બીજા દિવસે સવારના છ વાગ્યા સુધી કરફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે. અગાઉ રાજ્યના આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર સહીત કુલ 20 શહેરોમાં કરફ્યુ લગાવવામાં આવ્યો હતો.

અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૦ શહેરોમાં રાત્રિના 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ હતો, તે ૨૦ શહેરો ઉપરાંત હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ સહિત કુલ 29 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરના કરફ્યુ રહેશે. આ ઉપરાંત આ 29 શહેરોમાં વધારાના નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે. સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે. સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ 50 વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમવિધિઓમાં 20 વ્યક્તિઓ હાજર રહી શકશે.

• રાજ્યના ૨૯ શહેરોમાં રાત્રિ કરફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારની જાહેરાત.
• આ નિયંત્રણ તા. ૨૮મી એપ્રિલ-૨૦૨૧ બુધવારથી તા. ૦૫મી મે-૨૦૨૧ બુધવાર સુધી અમલી રહેશે.
• આ નિયંત્રણો દરમિયાન ઉપરોક્ત ૨૯ શહેરોમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.
• અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.
• આ ૨૯ શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
• તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.
• આ ૨૯ શહેરોમાં તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે.
• તમામ ૨૯ શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.
• સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે.
• સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે.
• સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ ૫૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.
• સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓ હાજર રહી શકશે અને અંતિમવિધિઓમાં ૨૦ વ્યક્તિઓ હાજર રહી શકશે.

Related posts

સુશાંત સિંહ રાજપૂત – એક લોકપ્રિય અભિનેતા

Inside Media Network

આસનસોલમાં વડા પ્રધાન ગર્જિયા, કહ્યું- જાહેર જનતા 2 મેના રોજ દિદીને પૂર્વ મુખ્યમંત્રીનું પ્રમાણપત્ર આપશે

Inside Media Network

સુરતની આયુષ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ, AC માં બ્લાસ્ટ થતાં લાહી આગ

Inside Media Network

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ઉદ્યોગોનાં ભાગનો ઓક્સિજન હવે ગુજરાતનાં દર્દીઓ માટે

Inside Media Network

હોળી પ્રગટાવવાની મંજૂરી આપશે રાજ્ય સરકાર, પરંતુ ધૂળેટી માં રંગોત્સવ થશે નહિ

Inside Media Network

દેશમાં કોરોના કેસમાં ફરી ઉછાળો,વેક્સિનેશન પ્રક્રિયાને વેગ આપવા કેન્દ્રની સૂચના

Inside Media Network
Republic Gujarat