ગુજરાત સરકારનો મોટો નિર્ણય, યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો કરી શકશે સારવાર

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે,રાજયના નાગરિકોને યોગ અને નેચરોપેથી સારવાર મળી રહે એ માટે રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે હવે યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો હવે રજીસ્ટ્રેશન કરાવીને યોગ અને નેચરોપેથી દ્વારા લોકોની સારવાર કરી શકશે. વડોદરા ખાતે આવેલ મોરારજી દેસાઈ ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરોપેથી અને યોગિક સાયન્સ વડોદરા બી.એન.વાય.એસ. ની ડીગ્રી ધરાવનાર વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવી શકશે.

તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન દ્વારા વેલનેસ પર ભાર મુકવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ આરોગ્ય સુખાકારી વધે અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા હેલ્થ અને વેલનેસ ક્લિનિક (HWC ) શરૂ કરવામાં આવ્યા છે અને તાજેતરમાં રાજય સરકાર દ્વારા નિર્ણય લેવામા આવ્યો છે જેમાં આરોગ્ય વિભાગ દ્વારા યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો હવે રજીસ્ટ્રેશન કરાવીને યોગ અને નેચરોપેથી દ્વારા લોકોની સારવાર કરી શકશે

બીજી તરફ આ મામલે ડે. સીએમે જણાવ્યુ છે કે,રાજ્યના નાગરિકોને યોગ અને નેચરોપેથી સારવાર મળી રહે એ માટે રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે હવે યોગ અને નેચરોપેથીની ડિગ્રી ધરાવનાર સ્નાતકો હવે રજીસ્ટ્રેશન કરાવીને યોગ અને નેચરોપેથી દ્વારા લોકોની સારવાર કરી શકશે.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તારીખ ૮ જુલાઇ 2021 ના ઠરાવ મા જણાવાયાનુસાર વડોદરા ખાતે આવેલ મોરારજી દેસાઈ ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરોપેથી અને યોગિક સાયન્સ વડોદરા માંથી બેચરલ ઓફ નેચરોપેથી અને યોગીક સાયન્સ એટલે કે બી.એન.વાય.એસ. ની ડીગ્રી ધરાવનાર વ્યક્તિ ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન, ગુજરાત રાજ્ય બોર્ડ ખાતે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે.

મોરારજી દેસાઈ ઇન્સ્ટિટયૂટ ખાતેથી ડિગ્રી મેળવનાર સ્નાતક વ્યક્તિ ગુજરાત બોર્ડ આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ્સ મેડિસિન ગુજરાત રાજ્ય ખાતે પંદરસો રૂપિયા ફી ભરીને પોતાનું પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન કરાવી શકશે અને રજીસ્ટ્રેશન પાંચ વર્ષના અંતે રીન્યુ કરાવવાનું રહેશે.રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જે તે સ્નાતક વ્યક્તિ પોતાના અભ્યાસક્રમ મુજબ યોગ અને નેચરોપેથીની પ્રેક્ટિસ કરી શકશે તેમ તેમણે ઉમેર્યુ છે.

Related posts

નિ: શુલ્ક રાશન: યુપી સરકાર ગરીબ લોકોને મે અને જૂનમાં અનાજ આપશે, તેમ નિર્દેશ જારી કરાયું છે

Inside Media Network

ગુજરાત પર ફરી ઘેરાયું કોરોનાનું સંકટ,24 કલાકમાં 424 કોરોનાના પોઝિટિવ કેસ

Inside Media Network

જમ્મુ-કાશ્મીર: ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકવાદીઓ માર્યા ગયા, ધાર્મિક સ્થળે છુપાયેલા હતા આતંકવાદીઓ

ગુજરાતમાં લાગી શકે છે લોકડાઉન, હાઈકોર્ટે સરકારને આપી મહત્વની સૂચના

EAM જયશંકર UNHRCના 46માં સત્રમાં વર્ચ્યુઅલ સંબોધન કરશે

Inside Media Network

મહારાષ્ટ્ર: ભાજપના નેતા રાજ્યપાલને મળ્યા, દેવેન્દ્ર ફડણવીસે કહ્યું – સીએમ ઠાકરેનું મૌન ચિંતાજનક છે

Inside Media Network
Republic Gujarat