ગુજરાત 6 મહાનગરપાલિકામાં ચૂંટણીનો શન્ખ ફૂંકાઈ ચુક્યો છે
જાણો કેટલી બેઠકો પરથી લડી રહી છે અલગ અલગ પાર્ટી
કઈ પાર્ટીના કેટલા ઉમેદવારો ઉતર્યા છે મેદાનમાં
ગુજરાત 6 મહાનગરપલીકાની ચૂંટણીની જંગ શરુ થશે…આજે 144 વોર્ડની કુલ 576 બેઠકોની ચૂંટણી થવાની છે…જેમાં 2276 ઉમેદવારો ભાગ લઇ રહ્યા છે…જેમાં ભાજપના 575, કોંગ્રેસના 564, આમ આદમી પાર્ટીના 449, તેમજ અન્ય રાજકીય પક્ષોના 668 ઉમેદવારો સામેલ છે..ભાજપ એક માત્ર પાર્ટી છે જેના કાર્યકર્તાઓ દરેક જગ્યાએ થી લડી રહ્યા છે. ત્યારે કોંગ્રસના ખાલી 564 ઉમેદવારો મેદાને ઉતાર્યા છે અલગ અલગ કારણથી 12 ઉમેદવારો 12 જગ્યાએ થી ચૂંટણી જંગમાં ભાગ નથી લઇ રહ્યા..અને આમ આદમી પાર્ટી ગુજરાતની બધી બેઠક પર થી નથી લડી રહ્યું માત્ર ગણતરીની બેઠકો પર થી લડી રહ્યું છે..થોડી વારમાં ગુજરાતની 6 મહાનગરપાલિકામાં મતદાનની પ્રક્રિયા શરુ થશે અને નાગરિકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે..