દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસની નવી લહેર શરૂ થઈ છે. નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલયે નવી ગાઇડ લાઇન જાહેર કરી છે. ગૃહમંત્રાલયે કોવિડ-19ને લઈને દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. જે 1 એપ્રિલ 2021થી 30 એપ્રિલ સુધી લાગૂ રહેશે. સરકારે જાહેર કરેલા નિર્દેશો મુજબ કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્યમાં ટેસ્ટ-ટ્રેક-ટ્રીક પ્રોટોકોલ અનાવામાં આવશે.સાથે રસીકરણ અભિયાન પર વધુ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે. જે રાજ્યોમાં આરટી-પીસીઆર ટેસ્ટના આંકડા ઓછા છે તેને વધારવામાં આવે અને 70 ટકા સુધી તેમાં વધારો કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉંડા પરીક્ષણ કરતા એ વાત સામે આવી છે કે, નવા પોઝિટીવ કેસને જલ્દીમાં જલ્ગી અને સમયસર સારવાર આપવા માટે આઈસોલેટ કરવાની જરૂરિયાત છે. નવી ગાઇડલાઇન 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે.
સરકારે જાહેર કરેલા દિશા-નિર્દેશો મુજબ કંટેન્ટમેંટ ઝોનની બહાર પેસેન્જર ટ્રેન, વિમાન સેવાઓ, મેટ્રો રેલ સેવાઓ, સ્કૂલ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, હોટલ, રેસ્ટોરંટ, શોપિંગ મોલ્સ, મલ્ટીપ્લેક્સ, એન્ટરટેઈનેમ્ટ પાર્ક્સ, યોગા સેન્ટર અને જિમ, એક્સીબિશન જેવા કાર્યક્રમ ચાલુ રહેશે. જેમાં અગાઉ માફક લાગૂ કરેલા માપદંડો પણ જળવાશે.
જ્યારે નવા કોરોનાના કેસ સામે આવે તો તેની સમય પર સારવાર અને તેના પર નજર રાખવામાં આવે. કોન્ટેક્ટ ટ્રેસિંગ દ્વારા સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટીન કરવામાં આવે. કન્ટેઈન્મેન્ટ ઝોનની જાણકારી જિલ્લા કલેક્ટર વેબસાઇટ પર અપલોડ કરે અને આ લિસ્ટને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સાથે શેર કરે.માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન કરાવવા માટે યોગ્ય દંડ ફટકારવાની વાત કહેવામાં આવી છે. આ સાથે સ્પષ્ટ કરવામાં આવ્યું કે, ઇન્ટર સ્ટેટ અને ઇન્ટ્રા સ્ટેટ ને લઈને પ્રતિબંધો લગાવવામાં ન આવે.
