ગેસ દુર્ઘટના: સિલિન્ડર ભરેલી ટ્રક પર વિજળી ત્રાટકી,અઢી કલાક સુધી વિસ્ફોટો થયા, 15 કલાક હાઇવે બંધ


ટીકડ ગામે હાઈવે પરથી જતી ટ્રક ઊપર વીજળી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભીલવાડાથી પસાર થતા જયપુર-કોટા હાઇવે પર હનુમાનનગરમાં મંગળવારે રાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ટ્રકમાં 450 જેટલા ઘરેલું ગેસની બોટલ હતી. વીજળી પડતાં ટ્રક પલટી ગઈ હતી અને જેને કારણે તેમાં આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગવાને કારણે તેમાં રહેલા ગેસના બાટલા વારાફરતી ફાટવા લાગ્યા હતા. બુધવારે સવારે ઘટનાસ્થળ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અકસ્માતના લગભગ 15 કલાક પછી પણ NH-52 હાઈવે બંધ છે. બુધવારે સવારે કોટા, અજમેર અને જયપુર જતા મુસાફરોને રોકી દેવામાં આવ્યા હતા. તેમને ડાઇવર્ટ કરીને જહાજપુરથી બસોલીના વળાંકથી મોકલાયા હતા.

બુધવારે સવારે ઘટનાસ્થળ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ગેસ કંપનીના કર્મચારીઓને પણ બોલાવાયા હતા. ત્યાર પછી આસપાસના વિસ્તારોમાંથી સિલિન્ડર્સના ટુકડાઓ એકત્રિત કરવાની કામગીરી કરાઈ રહી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા ટ્રકડ્રાઈવર અને ખલાસીની દેવલી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સિલિન્ડર ભરેલી ટ્રક નસીરાબાદથી કોટાના ભવાનીમંડી તરફ જઇ રહી હતી.

સિલિન્ડર ભરેલી ટ્રક નસીરાબાદથી કોટાના ભવાનીમંડી તરફ જઇ રહી હતી. ગેસના બાટલા ભરેલી ટ્રકમાં જ આગ લાગતાં બોટલોના વિસ્ફોટને પરિણામે નજીક જઈ શકાય તેમ નહોતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે લગભગ 15 કલાક પછી પણ NH-52 હાઈવે બંધ છે. ટ્રકમાં રહેલા તમામ સિલિન્ડરમાં એક પછી એક વિસ્ફોટો થયા હતા. વિજળી પડતાં આગ લાગવાને પરિણામે ટ્રકમાં રહેલા સિલિન્ડર્સ એક પછી એક ફાટવા લાગ્યાં હતાં. બુધવારે સવારે કોટા, અજમેર અને જયપુર જતા મુસાફરોને રોકી દેવામાં આવ્યા હતા. તેમને ડાઇવર્ટ કરીને જહાજપુરથી બસોલીના વળાંકથી મોકલાયા હતા.

અકસ્માત એટલો ગંભીર હતો કે આગની જ્વાળાઓ લગભગ 5થી 7 કિમી દૂર સુધી નજરે પડી રહી હતી. ઘટનાની જાણ થતાં હનુમાનનગરની સ્થાનિક પોલીસ પણ હાઈવે પર પહોંચી હતી, પરંતુ સિલિન્ડર્સમાં વારાફરતી વિસ્ફોટો થતો રહેતો હતો અને ભીષણ આગની જ્વાળાઓ પણ ઊઠતી હતી, જેને પરિણામે ફાયરબ્રિગેડ કે પોલીસે નજીક જવાની હિંમત દાખવી નહોતી.

Related posts

નોકરિયાત વર્ગને ટૂંક સમયમાં મળી શકે છે સારાસમાચાર

Inside Media Network

શું તમે ફાલસા ફાયદા વિષે જાણો છો

Inside Media Network

મગરના પેટમાંથી માણસના એ અંગો નીકળ્યા જેને જોતા…

Inside Media Network

ગુજરાત: આજથી રાજ્યમાં ધોરણ 12 અને કોલેજના ઓફલાઈન વર્ગો શરૂ, ભારે ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ શાળામાં પહોંચ્યા

આજથી ચૈત્રિ નવરાત્રિનો પ્રારંભ, યાત્રાધામ અંબાજી ભક્તો માટે રહેશે બંધ

Inside Media Network

નવી ગાઈડલાઈન થઇ જાહેર: આ દેશોમાંથી આવતા મુસાફરોને ફરજિયાત 7 દિવસ સુધી રહેવું પડશે કોરન્ટીનમાં

Inside Media Network
Republic Gujarat