દિવસે ને દિવસે ભાવવધારાના કારણે સામાન્ય લોકોનું બજેટ ખોરવાય રહ્યું છે.ત્યારે ફરી એક વખત સરકારી તે લ કંપનીઓએ ભાવ વધારો કરીને સામાન્ય લોકોના પર બોજ વધાર્યો છે.તેલ કંપની દ્વારાઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે.ત્યારે સબસિડી વગરના 14.2 કિગ્રાના એલપીજી સિલિન્ડરની કિંમત 769 રૂપિયાથી વધીને 794 રૂપિયા થઈ છે.25 ફેબ્રુઆરીથી ભાવ વધારો લાગુ કરવામાં આવશે.તેમજ મહત્વનું છે કે,અત્યાર સુધી ચાલુ મહિના દરમિયાન ગેસ સિલિન્ડરની કિંમતોમાં આ ત્રીજી વખતનો વધારો થયેલો જોવા મળી રહ્યો છે.
તેમજ ફેબ્રુઆરી મહિનામાં દેશ સિલિન્ડરના ભાવમાં ત્રીજી વખત વધારો થયેલો જોવા મળી રહ્યો છે.સરકાર દ્વારા 4 ફેબ્રુઆરીના રોજ LPGની કિંમતોમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યાર બાદ 15 ફેબ્રુઆરીના રોજ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો હતો. અને આ ત્રીજી વખત ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
સરકાર દ્વારા 3 મહિનામાં 200 રૂપિયાનો વધારો ગેસ સિલિન્ડરના ભાવમાં કર્યો છે.ગેસ સિલિન્ડરનો ભાવ 594 રૂપિયાથી વધીને 644 રૂપિયા થયો હતો. ત્યાર બાદ1 જાન્યુઆરીએ ફરીથી 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો . આ સાથે જ 644 રૂપિયાનું સિલિન્ડર 694 રૂપિયાનું થઈ ગયું હતું. ત્યાર બાદ ફેબ્રુઆરીમાં આ ત્રીજી વખતના વધારા સાથે ભાવ 794 રૂપિયાએ પહોંચ્યો છે.