ગોધરાકાંડનો ભાગેડુ આરોપી ઝડપાયો – Gujarat Inside

ગોધરાકાંડનો ભાગેડુ આરોપી ઝડપાયો

સાબરમતી ટ્રેન સળગાવવામાં પેટ્રોલ ભરી આપવાની કામગીરી કરનારા આરોપી રફીક હુસેન ભટુકેની ધરપકડ કરવામાં આવી.19 વર્ષથી નાસતો ફરતો આરોપી દિલ્હી સહિતના અન્ય રાજ્યોમાં ફ્રૂટના ફેરિયા, મજૂરીકામ ચોકીદારી કરી પોલીસથી છુપાઈને ફરતો હતો.પરંતુ આ દરમિયાન ગોધરા આવતા તેને પોલીસે ઝડપી પડ્યો હતો.રેલવે દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં રફીક ભટુકને કોર ગ્રુપનો મુખ્ય આરોપી માનવામાં આવે છે.

19 વર્ષથી પોલીસથી છુપાઈને ફરતો આરોપીની આખરે ગોધરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી.રફીક હુસેન ભટૂક 19 વર્ષથી અન્ય શેહેરોમાં છુપાઈને ફરતો હતો.મજૂરીકામ ફેરિયા તેમજ ચોકીદારીનું કામ કરતો હતો.તે દરમ્યાન હાલમાં જ તે ગોધરા આવેલો રફીક હુસેન ભટુક સિગ્નલ ફળિયામાં ઇમરાન મસ્જિદ પાસેના તેના ઘરે આવીને છૂપાયો હોવાની બાતમી મળતા ગોધરા SOG તેમજ બી ડીવીઝન પોલીસની ટીમ દ્વારા તેના ઘરે તપાસ કરવામાં આવી અને ત્યાંથી 51 વર્ષિય ભાગેડુ આરોપી રફીક હુસેન ભટુકેની ધરપકડ કરવામાં આવી.તેમજ તેની પાસેથી મોબાઈલ ચૂંટણી કાર્ડ સહિતનીના આધારપુરાવાઓ તેમની પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા.તેમજ તેને રેલવે પોલીસને સોંપવામાં આવશે.આ ઉપરાંત ટ્રેન હત્યાકાંડના આંય ત્રણ આરોપીઓ ફરાર છે.જેઓ પાકિસ્તાન ભાગી ગયા હોવાથી તેમના માટે રે કોર્નર નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે .મળતી માહિતી અનુસાર ટ્રેનકાંડના નામ બહાર આવતાની સાથે રફીક ફરાર થઈ ગયો હતો.

2002 માં થયેલા તોફાનોમાં રફીકની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે.2002 માં થયેલા રમખાણોમાં ટ્રેન સાબરમતી ટ્રેન સળગાવામાં આવી હતી.તેમાં તેની સંડોવણી હોવાનું સામે આવતાની સાથે જ તે ભાગી ગયો હતો.અને ટ્રેન સળગાવામાં તે પેટ્રોલ ભરીને આપતો હતો.ગોધરા રેલવે સ્ટેશન પર ફરિયાનું કામ કરતો હતો.અને થયેલા આ રમખાણોમાં તેને મુખ્ય આરોપી અમાવામાં આવે છે.

Related posts

નવી ગાઈડલાઈન થઇ જાહેર: આ દેશોમાંથી આવતા મુસાફરોને ફરજિયાત 7 દિવસ સુધી રહેવું પડશે કોરન્ટીનમાં

Inside Media Network

144મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન, રથયાત્રા ભક્તો વગર થઈ પૂર્ણ

કોવિડ ટાસ્ક ફોર્સનું મોટું નિવેદન, રેમડેસિવિર ઉપયોગી હોવાના કોઈ પૂરાવા નથી

Inside Media Network

6 મનપાની મતગણતરી શરૂ,ભાવનગરમાં વોર્ડ નંબર 7 અને 11ની પેનલ પર ભાજપ આગળ

Inside Media Network

રાંધણગેસના ભાવમાં ફરી રૂપિયા 25નો વધારો

Inside Media Network

કોરોનાના કેસોમાં ફરી વધારો,જાણો ગુજરાતમાં કેટલા કેસ નોંધાયા

Inside Media Network
Republic Gujarat