પશ્ચિમ બંગાળ આસામ તમિલનાડુ સહિતના પાંચ રાજ્યોમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે.તે સમય દરમ્યાન દિલ્હીમાં ભાજપની ઉચ્ચસ્તરીય બેઠક યોજવા જઈ રહી છે.ત્યારે ખુબ જ ચર્ચાનો વિષય બની રહ્યો છે.એક તરફ દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણીને બીજી તરફ ભાજપની બેઠક. આ ઉપરાંત ખેડૂત આંદોલન છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહ્યું છે.ત્યારે મહત્વની વાત એ છે. કે શું બેઠક બાદ કોઈ નવી બાબત વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરાવમાં આવી શકે છે.
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આજે દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષોને મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. આ બેઠકનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્યું તેમજ રાજધાની દિલ્હીના એનડીએમસી કન્વેશન સેન્ટરમાં યોજાનારી આ બેઠક સવારે 10 થી સાંજના 5 સુધી ચાલશે.તેમજ બેઠકની મહત્વ પૂર્ણ વાત છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલા પોતાના વિચારો રજૂ કર્યાત્યારે બાદ બેઠકના સમાપન સમયે પ્રધાનમંત્રીના સંબોધન બાદ બેઠક પૂર્ણ થશે.
જે.પી નડ્ડા દ્વારા બેઠકની અધ્યક્ષતા કરવામાં આવશે.તેમજ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને સંસદીય બોર્ડના અન્ય સભ્યો પણ હાજર રહેશે.તેમજ મહત્વનું છે કે આ બેઠકમાં ભાજપના તમામ રાજ્યોના પ્રમુખ, પ્રભારી અને સહ-ઉપસ્થિત રહેશે. બેઠકમાં તમામ રાજ્યોના સંગઠનો પણ હાજર રહેશે. તેમજ મહત્વપૂર્ણ બાબત એ છે કે દેશમાં કોરોના મહામારી પછી ભાજપના નેતાઓની આ પહેલી મોટી બેઠક હશે