ચૂંટણી નજીક આવતા રાજકોટના ખખડધજ રોડનું કામ શરૂ, રાતોરાત બદલી ગઈ સુરત
રાજકોટ મહાપાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે એમ અધુરા કામ પૂરા થઈ રહ્યા છે. જે અગાઉ અરજી કરતા પણ થતા ન હતા.રાજકોટ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં નવા ડામર રોડનો ધમધમાટ દેખાવા લાગ્યો છે. ખાસ કરીને જુના રાજકોટના વોર્ડ નં.7 અને 14ના રસ્તા કે જયાં પાઇપલાઈન માટે ખોદકામ થયું છે. ત્યાં ડામર પાથરી દેવામાં આવ્યો છે. જોકે પૂર્વ બોડીની મુદ્દત પુરી થતા પૂર્વે જ મંજૂર થયેલા કામો ચાલી રહ્યા છે. છતાં મતદાન પૂર્વે લોકોને ‘વિકાસ’ દેખાડવાના પ્રયાસ તંત્ર કરતું હોય તેવું લાગે છે.
બીજી તરફ રાજકોટમાં પ્રચાર કરવા માટે નીકળેલા ઉમેદવારો પર્સ અને મહિલાલક્ષી વસ્તુઓ લઈને ઘરે ઘરે મત અપીલ કરી રહ્યા છે. એટલે અગાઉની ચૂંટણી કરતા આ વખતે પ્રચાર વલણ અને મત અપીલ રાજકોટમાં થોડી બદલાયેલી જોવા મળી રહી છે.