છત્તીસગઠ માં કોરોનના કાળો કહેર: 9 થી 19 એપ્રિલ સુધી છત્તીસગઢની રાજધાની રાયપુરમાં સંપૂર્ણ લૉકડાઉનની જાહેર કરાયું

છત્તીસગઠની રાજધાની રાયપુરમાં કોરોના ચેપના કેસોમાં થયેલા મોટા વધારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 9 થી 19 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 24 કલાકમાં રાયપુરમાં આ ખતરનાક વાયરસને કારણે 26 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

પ્રથમ મૃત્યુ 29 મેના રોજ રાજધાનીમાં થયો હતો. કલેક્ટર એસ.ભારતી દસાને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ સમય દરમ્યાન જિલ્લાની તમામ સીમાઓ સીલ રહેશે. તેમણે માહિતી આપી કે દૂધ વિતરણ માટે સમય નક્કી કરવામાં આવ્યો છે. દારૂની દુકાનો, પર્યટન સ્થળો, સરકારી અને ખાનગી કચેરીઓ બંધ રહેશે. સરકારે માન્ય પરીક્ષાઓને બાદ કરતાં બાકીની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવશે.

બીજી તરફ, રાજ્યના ગૃહ પ્રધાન તમર્ધ્વજ સાહુએ કહ્યું છે કે લોકોને કોવિડ -19 ની સારવારમાં વિલંબ ન કરવાની સલાહ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે આવા દર્દીઓ માટે વેન્ટિલેટર અને ઓક્સિજનની જરૂરિયાત માટે અલગ કેન્દ્રો બનાવવામાં આવશે.

આદેશ અનુસાર કોરોના ગાઇડલાઇન નું પાલન કરતા પહેલાની જેમ શહેરમાં કન્ટેઈન્મેન્ટ ઝોન બનાવવામાં આવશે. આ ઝોનમાં સવારે સાતથી 10 કલાક સુધી જનતાને જરૂરી કામ માટે બહાર જવાની મંજૂરી હશે. જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને કોરોના ગાઇડલાઇનનું પાલન કરતા કામકાજની છૂટ મળશે.

જિલ્લા વહીવટી તંત્ર તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ પ્રમાણે લૉકડાઉનને કારણે દારૂની દુકાનો બંધ રહેશે. આ સાથે તમામ વહીવટી અને અર્ધ વહીવટી કાર્યાલય, બેન્ક વગેરે બંધ રહેશે. પરંતુ ઇન્ડસ્ટ્રીઝને છૂટ આપવામાં આવી છે. જો કોઈ લેબર ફેક્ટરીની અંદર રહેશે તો તે તેનું સંચાલન કરી શકે છે. આ સિવાય તમામ ધાર્મિક સ્થળોને બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે.

Related posts

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે હાઇકોર્ટમાં સુનાવણી, રૂપાણી સરકારે કોર્ટમાં જવાબો રજૂ કર્યા, મેન પાવર ઓછો હોવાની વાત સ્વિકારી

Inside Media Network

પાકિસ્તાન અને ભારતન વચ્ચે ફરી વેપાર શરૂ કરશે, કાશ્મીરથી 370 કલામ લાગવ્યા બાદ વેપાર હતો ઠપ

Inside Media Network

100 કરોડની વસૂલાત: સીએમ ઠાકરેએ આપ્યા આદેશ, હાઇકોર્ટના નિવૃત જજ કરશે દેશમુખ સામેના આરોપોની તપાસ

Inside Media Network

કોરોના: આ પાંચ રાજ્યોમાં ઝડપથી વધી રહેલા નવા દર્દીઓએ, ચિંતામાં થયો વધારો, વડા પ્રધાને આજે મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી

પંજાબમાં કોરોના: 31 માર્ચ સુધી શાળા બંધ, સિનેમાધર અને મોલ્સ પર પ્રતિબંધ, દર શનિવારે એક કલાક મૌન રહેશે

Inside Media Network

318 ઓક્સિજન કન્સનટ્રેટર દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો, અમેરિકા કોરોના સાથે યુદ્ધમાં જોડાયો

Inside Media Network
Republic Gujarat