છેલ્લા 24 કલાકમાં દેશમાં લગભગ 41 હજાર નવા કોરોના કેસ નોંધાયા, તો 188 દર્દીઓનાં મોત નીપજ્યાં.
દેશમાં કોરોના કેસની ગતિ ફરી એકવાર તેજીમાં છે. છેલ્લા 24 કલાકમાં લગભગ 41 હજાર નવા કોરોના કેસ બહાર આવ્યા છે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર સક્રિય છે. કોરોનાના કેસ વધતા હોવથી મધ્યપ્રદેશ સરકારે 20 માર્ચથી મહારાષ્ટ્ર ની બસો પર પ્રતિબંધ મૂક્યો છે.જ્યારે 21 માર્ચે એ ભોપાલ, ઈન્દોર અને જબલપુરમાં લોકડાઉન રહશે. આ ઉપરાંત પંજાબ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઘણા શહેરોમાં 31 માર્ચ સુધી શાળા કોલેજો બંધ રહેશે. આવી સ્થિતિમાં, સવાલ એ છે કે, પરિસ્થિતિ સુધારવા માટે સંપૂર્ણ લોકડાઉન કરવાની જરૂર પડશે..?
કોરોનાથી છેલ્લા 24 કલાકમાં દેશમાં 188 દર્દીઓનાં મોત નીપજ્યાં
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 40,953 નવા કેસ નોંધાયા છે. જ્યારે 188 કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા છે. તે જ સમયે, 23,653 કોરોના દર્દીઓ સજા થયા છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા – 1,15,55,284
ભારતમાં અત્યાર સુધી મટાડવામાં આવેલા દર્દીઓની સંખ્યા – 1,11,07,332
ભારતમાં કોરોનાથી મૃત્યુઆંક – 1,59,558
દેશમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા – 2,88,394
ભારતમાં કુલ રસીકરણ – 4,20,63,392
ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 1400થી વધુ કેસ નોંધાયા
અહીં શુક્રવારે કોરોનાના 1,415 કેસ નોંધાયા હતા અને 948 દર્દી સાજા થયા હતા અને 4 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 2.83 લાખ લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે, જેમાંથી 2.73 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,437 દર્દી મૃત્યુ પામ્યા હતા, 6,147ની સારવાર ચાલી રહી છે.
દિલ્હીમાં પ્રથમ વખત આ વર્ષના 716 નવા કેસ નોંધાયા
શુક્રવારે દિલ્હીમાં કોરોના વાયરસના 716 નવા કેસ નોંધાયા છે, જે આ વર્ષમાં અત્યાર સુધીનો સૌથી વધુ દૈનિક કેસ છે. આરોગ્ય વિભાગ દ્વારા જારી
બુલેટિન મુજબ સક્રિય કેસની સંખ્યા વધીને 3,165 થઈ ગઈ છે. ચેપ દર 0.76 ટકાથી વધીને 0.93 ટકા થયો છે. જણાવી દઈએ કે ગુરુવારે દિલ્હીમાં બુધવારે 607 અને બુધવારે 536 નવા કેસ નોંધાયા હતા.
રાજસ્થાનમાં કોરોના ઝડપથી ફેલાઇ રહી છે
રાજસ્થાનમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. પરંતુ લોકો બેદરકારી દાખવવામાં કોઈ કસર છોડતા નથી. માસ્ક વિના બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે. જો કે સરકારનો દાવો છે કે પોલીસ તૈયાર છે. છેલ્લા પાંચ દિવસમાં રાજસ્થાનમાં કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે. પાંચ દિવસ પહેલા આખા રાજસ્થાનમાં કોરોનાના કેસો સો પર આવી ગયા હતા. પરંતુ ફરી એક વાર કેસ 400 ની ઉપર પહોંચી ગયા છે.
મહારાષ્ટ્ર: કોરોના બેકાબૂ , નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફરીથી 31 માર્ચ સુધી કોરોના માટે નવી ગાઇડલાઇન બહાર પડી છે. જે અંતર્ગત ખાનગી કચેરીઓ 50 ટકા ક્ષમતા સાથે કામ કરશે. બધી રેસ્ટોરાં, હોટલો અને સિનેમા હોલમાં માસ્ક પહેરવા, તાપમાન તપાસવું અને હાથ સાફ કરવા જરૂરી રહેશે. લગ્ન સમારોહમાં મહેમાનોની સંખ્યા 50 કરતા વધુ ન હોવી જોઈએ. આ સિવાય તમામ સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને ધાર્મિક કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે.
પંજાબમાં 31 માર્ચ સુધી શાળા-કોલેજો બંધ રહશે
પંજાબમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને, 31 માર્ચ સુધી બધી શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. આ સાથે પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે. મેડિકલ અને નર્સિંગ કોલેજો સિવાયની તમામ શૈક્ષણિક સંસ્થાઓ 31 માર્ચ સુધી બંધ રહેશે. સિનેમા હોલમાં 50 ટકા ક્ષમતાની મંજૂરી આપવામાં આવી છે. તમામ સામાજિક પ્રવૃત્તિઓને 2 અઠવાડિયા માટે રદ કરવા અપીલ કરવામાં આવી છે.