જમ્મુ-કાશ્મીર: ભાજપના નેતાના ઘરે આતંકવાદી હુમલો, એક પોલીસ જવાન શહીદ

શ્રીનગરના નૌગામ સ્થિત ભાજપ નેતા અનવર ખાનના ઘરે ગુરુવારે આતંકવાદી હુમલો થયો હતો. હુમલાની માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તે જ સમયે, આ હુમલામાં પોલીસ ટીમનો કોન્સ્ટેબલ રમીજ રાજા ઘાયલ થયો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તે શહીદ થયો હતો.

અનવર ખાન બારામુલ્લાના જિલ્લા મહામંત્રી છે અને તેમને કુપવારાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ જાણવા મળ્યું છે કે ઈજાગ્રસ્ત પોલીસ રાઇફલ સાથે આતંકવાદીઓ ત્યાંથી ફરાર થઈ ગયા છે. આ સાથે જ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પહેલા સોમવારે બપોરે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોર વિસ્તારમાં આતંકવાદીઓએ પાલિકાની ઓફિસ પર ગોળીબાર કર્યો હતો. આ આતંકી હુમલામાં ઘાયલ થયેલા અન્ય એક કાઉન્સિલરનું પણ મંગળવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બીડીસીના સભ્ય રિયાઝ અહેમદ અને તેના સુરક્ષા ગાર્ડ શફત અહેમદને સોપોરમાં પાલિકા કચેરીની બહાર આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. આ હુમલોમાં રિયાઝ અને શફાતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. તે જ સમયે તેમાં એક પોલીસ જવાન પણ શહીદ થયો હતો.

Related posts

મહારાષ્ટ્રના રાજકારણમાં બબાલ: સંજય રાઉતનું સાયરાના ટ્વીટ- “હમે તો બસ રસ્તે કી તલાસ”

Inside Media Network

મહાકુંભ 2021: આજથી કોરોના વચ્ચે કુંભ મેળાનો પ્રારંભ, ભક્તો કોવિડ નેગેટિવ રિપોર્ટ વિના સ્નાન કરી શકશે નહીં

જો માસ્ક ન પહેરો, તો યોગીની પોલીસ ‘સજા’ આપશે, આ રીતે અછત દૂર થશે

Inside Media Network

મહારાષ્ટ્ર: ગાઢીચિરોલી જિલ્લામાં પોલીસને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં પાંચ નક્સલીઓ માર્યા ગયા

Inside Media Network

અલ્હાબાદ હાઈકોર્ટે: હાઈકોર્ટેનો કડક આદેશ, શિક્ષકોને બિન શૈક્ષણિક કાર્યની ફરજ ના લાદવી

સમગ્ર યુપીમાં દર રવિવારે રહેશે સંપૂર્ણ લોકડાઉન, માસ્ક વગર દેખાયા તો 1000 રૂપિયાનો લાગશે દંડ

Inside Media Network
Republic Gujarat