આતંકવાદીઓએ સોમવારે બપોરે જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોર પર હુમલો કર્યો હતો. સોપોરમાં આતંકવાદીઓએ પાલિકા કચેરી પર ગોળીબાર કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં, બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલ (બીડીસી) ના સભ્ય અને તેના અંગત સુરક્ષા કર્મીઓ માર્યા ગયા, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સોપોરમાં પાલિકા કચેરીની બહાર બીડીસીના સભ્ય રિયાઝ અહેમદ અને તેના સુરક્ષા ગાર્ડ શફત અહેમદ પર આતંકવાદીઓએ ફાયરિંગ કરી હતી.
તેમણે કહ્યું કે, રિયાઝ અને શફતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે આ હુમલામાં બીજી વ્યક્તિ ઘાયલ થઈ હતી. પોલીસે આ વિસ્તારને ઘેરી લીધા છે અને હુમલાખોરોને પકડી પાડ્યા છે.
