જાણો પ્રથમ કલાકમાં ક્યાં સૌથી વધુ અને સૌથી ઓછું મતદાન

રાજ્યમાં આજે છ મહાનગર પાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન મથકો પર વહેલી સવારથી મતદારો મતદાન કરવા માટે આવી રહ્યા છે. મતદાન માટે અનેક લોકોએ મતદાન મથકો પર લાઈન લગાવી હતી. તમામ મતદાન કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

રાજકોટ શહેરમાં સૌથી પહેલા 75 વર્ષના દાદાએ મતદાન કરીને શરૂઆત કરી હતી. એ પછી ધારાસભ્ય તેમજ સાંસદે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મહાનગર અમદાવાદમાં વહેલી સવારે 7 વાગ્યાથી લોકો મત આપવા માટે પહોંચી ગયા હતા. સુરત તથા વડોદરામાં મતદાતાઓએ મત આપવા માટે લાઈન લગાવી હતી. છેલ્લી એક કલાકમાં અમદાવાદ અને ભાવનગરમાં સૌથી વધારે મતદાન થયું છે. 5% મતદાન સાથે આ બંને શહેર આગળ છે. ત્યાર બાદ વડોદરા 4%, સુરત 4%, રાજકોટ 3% અને જામનગરમાં સૌથી ઓછું 3% મતદાન થયું છે.

સુરત
સુરત મહાનગર પાલિકાના કાઉન્સિલર બનવા માટે સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાં મતદાન થઈ રહ્યું છે. ચૂંટણીના આ જંગમાં કુલ 484 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું છે. સુરત મહાનગર પાલિકાના 30 વૉર્ડની 120 બેઠક પર ભાજપના 120, કોંગ્રેસના 117 અને આમ આદમી પાર્ટીના 114 ઉમેદવારો મેદાને ઊતર્યા છે. જ્યારે અપક્ષમાંથી 55 ઉમેદવારો ટક્કર આપશે. સુરતમાંથી આજે અંદાજે 32.88 લાખથી વધારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

વડોદરા
વડોદરા મહાનગર પાલિકાની 19 વૉર્ડની 76 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. કુલ 280 ઉમેદવારો વચ્ચે ટક્કર થવાની છે. વહેલી સવારથી લોકો મતદાન કરવા માટે જે તે મતદાન મથકે પહોંચી ગયા હતા. વડોદરા શહેરમાંથી કુલ 14.46 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જોકે, વડોદરા શહેરમાં કેટલાક સ્થળોએ મતદાન માટેની સ્લીપ ન મળતા મતદારો અટવાયા હતા. તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.

અમદાવાદ
અમદાવાદમાં આજે વહેલી સવારથી મતદાતા મત આપવા માટે આવી રહ્યા છે. સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શહેરની પ્રજા મત આપવા માટે લાઈનમાં ઊભી છે. અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા 75 વર્ષના દાદાને ચાલવામાં મુશ્કેલી પડતી હોવા છતાં તેઓ રીક્ષા મારફતે મતદાન મથકે પહોંચ્યા હતા. ઈન્દુલાલ યાજ્ઞાનિક હોલમાં તેમણે પોતાનો મત આપ્યો હતો. મતદાન પછી તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી પગ ચાલશે ત્યાં સુધી મતદાન કરીશ. બીજી તરફ અમદાવાદમાં પ્રગતિનગર, નારણપુરા મતદાન કેન્દ્રમાં ગ્લોવ્ઝ આપ્યા ન હોવાની ફરિયાદ સામે આવી છે.

રાજકોટ
રાજકોટમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજકોની પ્રજાએ વહેલી સવારથી મત આપવાનું શરૂ કરી દીધું છે. રાજકોટમાં પણ સૌ પ્રથમ 75 વર્ષના એક દાદાએ મતદાન કરી શરૂઆત કરી છે.ત્યાર બાદ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ શાળા નં.75માં મતદાન કર્યું હતું. કોર્પોરેશન ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ બારદાનવાલા સ્કૂલમાં, ભાજપ નેતા નીતિન ભારદ્વાજે કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલમાં મતદાન કર્યું હતું. મતદાન બાદ ભાજપના આગેવાનોએ આ ચૂંટણીમાં પોતે જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

જામનગર
જામનગર શહેરમાં સવારથી થોડું ધીમું મતદાન ચાલી રહ્યું છે. જામનગરમાં ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું છે. બીજી તરફ જામનગર જિલ્લા ક્લેક્ટર રવિશંકરે પણ મતદાન કરીને પોતાનો ફોટો શેર કર્યો હતો. રવિશંકરે વિભાજી સ્કૂલમાં આવીને મત આપ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જામનગરના જુદા જુદા મતદાન મથકોમાં મતદાન થઈ રહ્યું છે. જિલ્લા ક્લેક્ટર રવિશંકરે જણાવ્યું હતું કે, જામનગરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા કુલ 600થી વધાર કેન્દ્ર પરથી મતદાન થઈ રહ્યું છે. જામનગરની પ્રજાને કોરોનાની ગાઈડલાઈન્સને ધ્યાને રાખી, એને ફોલો કરીને મતદાન કરવા માટે અપીલ કરૂ છું.

 

Related posts

ધૂળેટીની ઉજવણીને લઈને DGP એ આપ્યા ગુજરાતમાં મોટા સમાચાર

Inside Media Network

વલસાડના લોકોએ જાતે જ 10 દિવસનો લોકડાઉન લગાવ્યું, સરકાર જાગી નહીં તો સમજણ બતાવી

Inside Media Network

ધ હેરિટેજ આર્ટ દ્વારા અમદાવાદમાં “રૂબરૂ અમદાવાદ” પ્રદર્શનનું આયોજન

Inside Media Network

દાદા સાહેબ ફાળકે એવોર્ડમાં ફિલ્મ ‘તાન્હાજી’એ બાજી મારી

Inside Media Network

AMCની ટીમ નિકળી છે ચેકિંગમાં, જાહેરનામાનો ભંગ થશે તેના વિરૂદ્ધ થશે કડક કાર્યવાહી

Inside Media Network

સુરતની આયુષ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ, AC માં બ્લાસ્ટ થતાં લાહી આગ

Inside Media Network
Republic Gujarat