રાજયમાં #કોરોના #વાયરસે ફરી વેગ પકડ્યું છે.ત્યારે રાજયમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 283 કેસ નોંધાયા છે.ત્યારે 264 દર્દીઓ કોરોનાને હરાવ્યો છે.તેમજ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.સાથે કોરોનાથી મૃત્યુઆંક 4405 પર પહોંચ્યો છે. આ સાથે જ રાજયમાં કોરોનાનો રિકવરી રેટ 97.72 ટકા થયો છે.
ત્યારે અત્યાર સુધી રાજયમાં કુલ 8,12,547 વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી છે.જેમાં 55,4409 લોકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
- રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 283 કેસ નોંધાયા
- રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 1 વ્યક્તિનું મૃત્યુ થયું
- કોરોનાથી મૃત્યુઆંક 4405 પર પહોંચ્યો
રાજયમાં આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી વિગત અનુસાર રાજયમ 24 કલાકમાં અમદાવાદમાં 68, સુરતમાં 47, વડોદરામાં 65, રાજકોટમાં 22, કચ્છમાં 11, ગાંધીનગરમાં 9, ભરૂચમાં 6 સહિત કુલ 283 કોરોનાના કેસ નોંધાયા છે.જયારે બીજી બાજુ 8 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.જેમાં નાસકાંઠા, ભાવનગર, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, પાટણ, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લાઓનો સમાવેશ થાય છે.
રાજ્યમાં અત્યારે કુલ 1690 એક્ટિવ દર્દીઓ છે, જેમાં 29 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 1661 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 261009 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે.પંચમહાલમાં કોરાનાના કારણે એક દર્દીનું મૃત્યુ થયું. બીજી તરફ અમદાવાદમાં 56, સુરતમાં 36, વડોદરામાં 50, રાજકોટમાં 38, અમરેલીમાં 16, જામનગરમાં 11, મહેસાણામાં 10 સહિત કુલ 264 દર્દીઓએ કોરોના વાયરસને હરાવ્યો છે.