જાણો શું કામ ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિ અને તેનું મહત્વ

જે દિવસે સુર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે તે દિવસને સંક્રાંતિ કહેવાય છે. પણ જે દિવસે સુર્ય મકર રાશિમાં પ્રવેશ કરે ચ્યે તે દિવસને મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવવામાં છે. આ દિવસે કમૂર્તા સમાપ્ત થઈ જતા હોય છે. મકરસંક્રાંતિના દિવસે ખીચડાની સાથે સાથે અમુક ધર્મના કાર્યોનું પણ મહત્વ છે.

જેમકે સુર્ય દેવની પૂજા – ગુજરાતી પંચાંગમાં ચંદ્રની તિથિના બે ભાગ હોય છે. આવી જ રીતે સુર્ય ના આધાર પર વર્ષના બે ભાગ હોય છે. જેમાં છ મહિના સુધી સુર્ય ઉતર દિશામાં રહે છે અને છ મહિના દક્ષિણ દિશામાં રહે છે. મકર સંક્રાંતિથી સૂર્યનું ઉત્તર તરફ પ્રયાણ થાય છે જેથી આ દિવસને દેશના અમુક ભાગમાં ઉતરાયણ પણ કેહવાય છે. એવું કેહવાય છે આજના દિવસે સૂર્યની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં છે.
સ્નાન, દાન, અને પુણ્યનું મહત્વ -ઉત્તરાયણના દિવસે સ્નાન,દાન અને પુણ્ય કરવાનું એક અનેરું મહત્વ છે.એવું માનવામાં આવે છે કે આજના દિવસે કરેલા પુણ્યનું ફળ બેઘણું મળે છે. આની સાથે મકરસંક્રાંતિના દિવસે દાનનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે ગાયને લીલું ખવડાવવું અને તલનું દાન કરવું અત્યંત શુભ મનાય છે. આ દિવસે કરેલું દાનનું ખુબ મહત્વ છે અને આ દિવસે કરેલું દાન ખુબ જ લાભદાયી હોય છે.


ઉત્તરાયણના દિવસે પતંગનું પણ ખુબ મહત્વ છે આ દિવસે લોકો પોતાના ધાબે ચઢી સૂર્યના મકર રાશિમાં આગમનનો ઉત્સવ માનવતા હોય છે અને જેવી રીતે આપણે ઘરે મેહમાનને રંગ બેરંગી દુલોથી વધાવતા હોઈએ છીએ એ જ રીતે લોકો રંગ બેરંગી પતંગ ચગાવી સૂર્યના મકર રાશિમાં આગમનને વધાવતા હોય છે. એટલે આ દિવસે પતંગોત્સવનું પણ અનેરું મહત્વ હોય છે..

Related posts

નાયબ મુખ્યમંત્રીનો બજેટને લઈને મહત્વનો નિર્ણય

Inside User

અક્ષય કુમાર કોવિડ -19 પોઝિટિવ બન્યો,પોતાના ઘરમાં જ હોમ કોરન્ટાઈન

મગરના પેટમાંથી માણસના એ અંગો નીકળ્યા જેને જોતા…

Inside Media Network

ઉત્તરપ્રદેશ વિધાનસભામાં બહુમતીથી કાયદા વિરુદ્ધ ધર્મ પરિવર્તન બિલ 2021 પસાર થયુ

Inside Media Network

આજથી ચૈત્રિ નવરાત્રિનો પ્રારંભ, યાત્રાધામ અંબાજી ભક્તો માટે રહેશે બંધ

Inside Media Network

અટકળોનો અંત, પ્રશાંત કિશોર નહીં બને કોંગ્રેસના સારથી

Republic Gujarat Team
Republic Gujarat