- સુરતના પાયલ સાકરિયા બન્યા સૌથી નાની વયના કોર્પોરેટર.
- પાયલ સાકરિયા વોર્ડ નંબર 16માંથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર બન્યા.
રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે. જેમાં સમગ્ર ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત જોવા મળી છે.. પરંતુ સુરતમાં આવેલુ પરિણામ આશ્ચર્યજનક જોવા મળ્ય્ં છે.. અહીં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે અને આપ સુરતમાં વિરોધપક્ષની ભુમીકા ભજવતું દેખાય રહ્યું છે.. આપની 27 બેઠક પર જીત થઈ છે, જેમાં સૌથી નાની 22 વર્ષીય પાયલ સાકરિયા વોર્ડ નં-16માં જીત મેળવી સૌથી નાના કોર્પોરેટર બન્યા છે.ભાજપના કાર્યકર્તાને પાયલ સાકરિયાએ 9669 મતથી હરાવીને વિજય મેળવ્યો છે.સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોમાં AAPના 27 ઉમેદવાર જીત્યા હતા.
22 વર્ષીય પાયલ કિશોરભાઈ સાકરિયા વોર્ડ નંબર 16માંથી આમ આદમી પાર્ટીની ઉમેદવાર હતી.. પુણા પશ્ચિમ વોર્ડ નંબર 16માંથી પાયલ સાકરિયા સહિતઆમ આદમી પાર્ટીની પેનલનો વિજય થયો છે.પાયલ પુણા વિસ્તારમાં આવેલી સકર્તા સોસાયટીમાં પરિવાર સાથે રહે છે અને તેમને 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમજ તેની પાસે મિલકતમાં માત્ર 92 હજાર રૂપિયા અને 50 હજારની કિંમતનાં ઘરેણાં છે..
22 વર્ષીય પાયલ સાકરીયા જ્યારે જીત હાંસલ કરી તેન ધરે પહોચ્યા ત્યારે સોસાયટી અને પરિવારના લોકોએ ફૂલો તેમજ ઢોલ-નગારા અને સાથે તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું..ચૂંટણી જીત્યા બાદ સોસાયટી ખાતે પહોંચેલી પાયલ સાકરિયાએ પરિવારના વડીલોના આશીર્વાદ લીધા હતા.આ પ્રસંગે પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે હું મારા વિસ્તારમાં ખૂબ સારા કામ કરીશ..
સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીને મળેલી જીત બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે ,ગુજરાતમાં નવી રાજનાતિની શરૂઆત કરવા માટે ગુજરાતના લોકોને દિલથી અભિનંદન. સુરત મહાનગરપાલિકાની 120 બેઠકોમાંથી 27 બેઠકો પર વિજય મેળવી ભાજપને પડકાર આપ્યો છે..આપના ઉમેદવારોએ ઘણા વોર્ડમાં 10થી 20 હજારની લીડ મેળવી છે.જે ઘણી મોટી કહી શકાય..