જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.તબિયત લથડતા ચૂંટણી પ્રચાર કાર્યક્રમ રદ કરવામાં આવ્યો.
જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા રાજુલા,જાફરાબાદ અને ધારી વિસ્તારના ગામડાઓમાં ગ્રૂપ બેઠક કરી પ્રચાર કરવાના હતા. પરંતુ તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક ધોરણે જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મળતી માહિતી મુજબ ધર્મેન્દ્રસિંહ જાડેજાને તાવ આવવાના કારણે તેમની તબિયત નાદુરસ્ત થઈ હતી. તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે જામનગરની જી.જી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી પ્રચારના તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે.ધારાસભ્ય ધર્મેન્દ્ર સિંહ જાડેજાને કાઠી ક્ષત્રિય સમાજના ગામડાઓમાં ભાજપ તરફી મતદાન થાય તે માટે ખાસ જવાબદારી સોપવામાં આવી હતી.પરંતુ તબિયત લથડતા તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી ભાજપને બહુમતી સાથે જીતાડવા મતદારોને આપીલ કરી છે.