કોરોના કાળ વચ્ચે આજથી અમદાવાદમાં આવેલી ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવીર ઈન્જેકેશનનું વેચાણ ફરીવાર ચાલુ કરવામાં આવશે. ઝાયડસ હોસ્પિટલ દ્વારા શનિવારે ઈન્જેક્શનનું વેચાણ બંધ કરવામાં આવ્યુ હતુ. જેથી સરકારના પ્રતિનિધિઓ દ્વારા ઝાયડસના વહીવટી તંત્ર દ્વારા વાતચીત કરવામાં આવી હતી. પરંતુ ઝાયડસ હોસ્પિટલે ઈન્જેક્શન અવેલેબલનું બોર્ડ મારતા જ રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે વહેલી સવારથી લાંબી કતારો લાગી ગઈ છે.
ઇન્જેક્શનનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ટોકન મેળવ્યા બાદ ઇન્જેક્શન મેળવવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી છે. રવિવારની રજા હોવા છતાં મોટી સંખ્યામાં લોકો રેમડેસિવિર ઈન્જેક્શન લેવા પહોંચ્યા છે. રાજકોટ, મહેસાણા, સુરત, આણંદ, પાટણ જેવા શહેરોમાંથી આવ્યા લોકો કોરોનાના કહેર વચ્ચે ઈન્જેક્શન મેળવવા માટે લોકોની લાંબી લાઈનો લાગી છે. ઝાયડસ હોસ્પિટલ બહાર 400 કરતા વધારે લોકોએ આજે રવિવારની સવારથી જ ઈન્જેક્શન લેવા લાઈન લગાવી છે.
ઝાયડસના રેમડેસિવિર ઇન્જેક્શન લેવા લોકો દૂરદૂરથી આવ્યા છે. રાજકોટ, મહેસાણા, સુરત, આણંદ, પાટણ સહિત જુદા જુદા જિલ્લામાંથી લોકો ઝાયડસ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે લાઈનો લાઈન લાગી છે. લાઈનમાં ઉભેલા 1 વ્યક્તિ 1 દર્દી માટેના ઇન્જેક્શનનો ડોઝ મેળવી શકશે. રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે કોરોના પોઝિટિવ દર્દીનું આધાર કાર્ડ, rtpcr પોઝિટિવ રિપોર્ટ અને ડોક્ટરે લખેલા લખાણ સહિતના ડોક્યુમેન્ટ જરૂરી છે. ઝાયડસ કેડિલા દ્વારા બનાવેલા રેમડેસિવિર ઇન્જેક્શનની કિંમત 899 રૂપિયા છે, જે ટેક્સ સાથે 950 માં મળે છે. એક કોરોના પોઝિટિવ દર્દીને 6 ઇન્જેક્શનની જરૂર હોય છે.
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જાય છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 5011 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદા 1409 કેસ આવ્યા છે. જ્યારે બીજા નંબરે સુરત 913 કેસ આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મોતના આંકડાના વાત કરીએ તો, આ જીવલેણ વાયરસની સામે 49 લોકોના મોત થયા છે.
મોતના મામલે જોઈએ તો, સુરતમાં સૌથી વધારે આજે 15 લોકોના મોત થયા છે, જ્યારે અમદાવાદમાં 14 લોકોના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આવેલા 5011 કેસ નવા નોંધાયા છે. જ્યારે 2525 દર્દીઓ સાજા થઈ જતાં તેમને રજા આપવામા આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 287617 લોકોનું રસીકરણ થયું છે.
