દર્દીઓની હાલાંકી: આજથી રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે તેવી જાહેરાત

કોરોનાના વધતા કેસો વચ્ચે રેમડેસિવીર ઈન્જેક્શનનો જથ્થો ખૂટી પડ્યો છે. જેને પગલે હોસ્પિટલોમાં ઈન્જેક્શનની કાળાબજારી શરૂ થઈ છે. તો બીજી તરફ, ઈન્જેક્શન લેવા પડાપડી થઈ રહી છે. લાંબી લાઈનોમાં ઉભા રહ્યા બાદ પણ ઈન્જેક્શનો મળી નથી રહ્યાં. આવામાં ઝાયડસ હોસ્પિટલે રેમડેસિવીર મામલે મોટી જાહેરાત કરી છે. આજથી ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન નહિ મળે તેની હોસ્પિટલે જાહેરાત કરી છે. તેમ છતાં અનેક લોકો આશા સાથે ઝાયડસ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં. મહત્વનું છે કે ઇન્જેકશનનો જથ્થો પૂરો થતા ઝાયડસે યુદ્ધના ધોરણે આ માટે કામગીરી હાથ ધર્યાનું અગાઉ જણાવી દીધું છે.

ઝાયડસ હોસ્પિટલે અગાઉથી જ લોકોને વધુ હેરાનગતિ ન થાય તે માટે આજે વેચાણ બંધ હોવાની જાહેરાત કરી હતી. તેમ છતાં સૌથી સસ્તા રેમડેસિવિર ઇન્જેકશન આપી હજારો લોકોને મદદ કરનારી ઝાયડસ હોસ્પિટલમાં આજે પણ રેમડેસિવિર ઇન્જેકશન મળી જશે તેવી આશા સાથે લોકો લાઇનમાં ઉભા હતાં. દર્દીને ૩૦ ટકા કરતાં ઓછું ફેફસાનુ ઇન્ફેક્શન હોવા છતાં ડોક્ટરના પ્રીસ્કીપ્શનના આધારે ઈન્જેક્શન લેવા લોકોની ભીડ ઉમટી છે. 25 ટકા ઇનફેક્શન ધરાવતા દર્દીના સગા પણ ઈન્જેક્શન લેવા માટે લાઇનમાં ઉભા છે.

તો બીજી તરફ, વડોદરામાં રેમડેસિવર ઈન્જેક્શન બાદ હવે ઓકિસજનની અછત ઊભી થઈ છે. શહેરમાં રોજ વપરાતા 10 ટન ઓકિસજનને બદલે હવે 100 ટનનો વપરાશ થઈ રહ્યો છે. ભાવનગર અને હાલોલથી આવતો ઓકિસજનનો જથ્થો સમયસર ન આવ્યો હોવાથી કોવિડ હોસ્પિટલના સંચાલકોનો જીવ તાળવે ચોંટ્યો છે. ઓક્સિજનની અછત સર્જાતા વિનોદ રાવે ફિલિંગ સ્ટેશન 24 કલાક ચાલુ રાખવાના આદેશ કર્યો છે.

રાજકોટમાં કોરોનાની સ્થિતિ ગંભીર થઈ રહી છે, લોકોને પોતાના સ્વજનોને હોસ્પિટલમાં દાખલ કરવા છે, પરંતુ હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ ન હોવાથી સમસ્યા સર્જાય છે, આ ઉપરાંત રેમડેસિવીર ઈન્જેશનની પણ અછત સર્જાય છે, ત્યારે લોકોની સુવિધા માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં આપને બેડની માહિતી મળશે અને કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેની માહિતી આપવામાં આવશે.

આ ઉપરાંત જે રેમડેસિવીર ઈન્જેકશનની જરૂરિયાત હોય તો તેની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવશે.
જેના માટે આપ આ નંબર 9499804038, 9499806486, 9499801338, 9499806828, 9499801383 કોલ કરી શકો છે, જે 24 કલાક ચાલુ રહેશે. મહત્વનું છે કે રાજકોટમાં હાલમાં 1,400 જેટલા બેડ ખાલી છે, જ્યારે એક સપ્તાહમાં 6 હજારથી વધારે બેડ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે રેમડેસિવીર ઈન્જેકશનનો જથ્થો પણ પુરતા પ્રમાણમાં હોવાનો તંત્રએ દાવો કર્યો છે.

તો બીજી તરફ, સુરતમાં પણ સ્થિતિ વિકટ બની છે. સુરતમાં ખાનગી હોસ્પિટલોને રેમડેસિવીર ઇન્જેક્શન નહિ મળે, રેમડિસીવીર ઇન્જેક્શનનો જથ્થો ઓછો છે, જે સિવિલ અને સ્મીમેરના દર્દીઓ માટે રિઝર્વ સ્ટોક છે. જેથી ખાનગી હોસ્પિટલને ઈન્જેક્શન નહિ અપાય. તો બીજી તરફ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે પણ જાહેરાત કરી કે, ભાજપ રેમડિસીવીર ઇન્જેક્શન આપશે. આ માટે ધારાસભ્ય હર્ષ સંઘવીએ જવાબદારી લીધી છે. ભાજપ 5000 રેમડેસીવીર ઇન્જેક્શન ખરીદશે. આજે સુરતમાં 1000 ઇન્જેક્શનનો જથ્થો આવશે. જરૂર પડ્યે વિનામૂલ્યે પણ ઇન્જેક્શન અપાશે.

Related posts

આ ગીતમાં અભિનેત્રી શ્રદ્ધા ડાંગર રાધાના રૂપમાં જોવા મળશે

Inside Media Network

શું તમે જાણો છો કેટલા લોકો કોરોના સામે રક્ષણ મેળવવા માસ્ક પહેરે છે?

Inside Media Network

આજથી ચૈત્રિ નવરાત્રિનો પ્રારંભ, યાત્રાધામ અંબાજી ભક્તો માટે રહેશે બંધ

Inside Media Network

જાણો શું કામ ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિ અને તેનું મહત્વ

Inside Media Network

ગૃહમંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન, કોરોના રોકવા માટે ભારત સરકારે જાહેર કર્યા નવા નિયમો

Inside Media Network

SBI બેંકના નવા નિયમોથી જાણકાર છો ?

Inside Media Network
Republic Gujarat