દાદા સાહેબ ફાળકે એવોર્ડ્સ 2021માં જાણો કઈ ફિલ્મ રહી આગળ
20મી ફેબ્રુઆરીના રોજ દાદા સાહેબ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ અવોર્ડ્સ 2021નું આયોજન કરવામાં આવ્યું હતું મુંબઈ ખાતે આ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલનું આયોજન કરવાં આવ્યું હતું..જેમાં બોલિવુડ અક્ષય કુમારનને ફિલ્મ ‘લક્ષ્મી’ માટે બસ્ત એક્ટરનો એવોર્ડ મળ્યો હતો જયારે અજય દેવગનની ફિલ્મ ‘તાન્હાજી’ને બેસ્ટ ફિલ્મનો અવોર્ડ.તેમજ દીપિકા પાદુકોણને ફિલ્મ ‘છપાક’ માટે બેસ્ટ એક્ટ્રેસ નો એવોર્ડ મળ્યો હતો.
તેમજ આ ઉપરાંત અન્ય કેટલીક ફિલ્મોને પણ અલગઅલગ કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયા હતા.જેમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ તરીકે પેરાસાઈટ મુવીને આએવોર્ડ મળ્યો હતો.બેસ્ટ ડિરેક્ટરઅનુરાગ બસુ (લૂડો),બેસ્ટ સિનેમેટોગ્રાફર જિતિન હરમીત સિંહ ને એવોર્ડ મળ્યો હતો.
તેમજ મહત્વનું છે કે બ્લેક ફ્રાઈડે’, ‘સરકાર રાજ’, ‘ગુલાલ’, ‘ABCD’ તથા ‘ધ ગાજી અટેક’માં જોવા મળેલા કે કે મેનનને મોસ્ટ વર્સટાઈલ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યોછે. આ અંગેની વાત થોડાં દિવસ પહેલાં જ 54 વર્ષીય એક્ટરે સોશિયલ મીડિયા દ્વારા શેર કરી હતી