ધોરણ 10ની કાલથી શરૂ થનારી પ્રેક્ટીકલ પરીક્ષા મોકૂફ કરાઈ છે અને મુખ્ય પરીક્ષાઓ પૂરી થયા બાદ પ્રેક્ટીકલ પરીક્ષા લેવાશે. શિક્ષણ બોર્ડે આ નિર્ણય જાહેર કર્યો છે. આ અંગે શિક્ષણ બોર્ડે રાજ્યની તમામ શાળાઓના આચાર્યોને પત્ર લખી જાણ કરી છે. ત્યારે હવે આવતીકાલથી પ્રેક્ટીકલ પરીક્ષા નહીં લેવાય. મુખ્ય પરીક્ષાઓ પૂરી થયાના ત્રણ દિવસમા શાળાકિય સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા લેવા જણાવ્યું છે.
આગામી મહિને 10 થી 25 મે દરમિયાન યોજાનાર છે. આવામાં અગાઉ શાળાના કક્ષાના વિષયની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષાઓ 15 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન કરવાનું આયોજન હતું. ત્યારે હવે પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખ બદલી દેવામાં આવી છે.
કોરોનાના કેસ વધતાં અત્યારે શાળા-કોલેજમાં 30 એપ્રિલ સુધી તમામ શૈક્ષણિક કાર્ય ઓફલાઈન બંધ કરવામાં આવ્યા છે. આગામી મે મહિનામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા યોજાવાની છે. આ વચ્ચે સ્કૂલો દ્વારા એસ.એસ.સી માટે લેવાતી શાળાકક્ષાના વિષયની પ્રેક્ટિકલ પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેરાત કરી છે, જે મુજબ ધો.10 બોર્ડની મુખ્ય પરીક્ષા પૂર્ણ થયાના 3 દિવસની અંદર પ્રેક્ટિકલ પરીક્ષા સ્કૂલોએ લેવાની રહેશે.
