- “The Heritage Art” Ahmedabad ધ્વારા એક વિશિષ્ટ કલા પ્રદર્શન “રૂબરૂ અમદાવાદ” નું આયોજન
- અમદાવાદ નો સૌ પ્રથમ કલા અને સ્મૃતિ ચિહ્ન શો.
“The Heritage Art Ahmedabad દ્વારા એક વિશિષ્ટ કલા પ્રદર્શન “રૂબરૂ અમદાવાદ” નું આયોજન કરવામાં આવ્યું હતું..જેનો હેતુ અમદાવાદની સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરવાનો એક પ્રામાણિક અને સંનિષ્ઠ પ્રયાસ હતો…જે સમાજ કે સંસ્કૃતિ પોતાના સાંસ્કૃતિક વારસાનું જતન નથી કરી શકતા તે પોતાની આગવી ઓળખ ગુમાવી બેસે છે..
“ધ હેરિટેજ આર્ટ” એક એવી સંસ્થા છે, જે અમદાવાદના કલા, પર્યટન અને સાંસ્કૃતિક વારસાને એક અલગ જ દ્રષ્ટિકોણથી, આપની સમક્ષ રજુ કરવા માટે પ્રખ્યાત છે. આ પ્રદર્શનનું ઉદ્ઘટન આજ રોજ વિવિધ ક્ષેત્રના ખાસ આમંત્રિત મહેમાનો જેવા કે કલાની જાણકાર, કલાકારો વિશિષ્ઠ સન્માનનીય વ્યક્તિઓ વગેરેની હાજરીમાં કરવામાં આવશે. જેને બીજા દિવસે ર૧ ફૈબ્રુઆરી સવારે ૧૧ વાગ્યાથી ” મંગળબાગ” આર્ટ ગેલેરી અને રેસીડેન્સી, પરિમલ ગાર્ડન સામે, કૃપા પેટ્રોલ પંપની બાજુમાં, એલિસબ્રીજ ખાતે કલા રસેિકો માટે ખુલ્લું મૂકવામાં આવશે
આ પ્રદર્શનમાં 4 આર્ટ ફોર્મસ અને 40 આર્ટ વર્ક મુકવમાં આવ્યા છે જે અમદાવાદની સંસ્કૃતિ અને ધરોહર દર્શાવે છે.
” ધ હેરીટેજ આર્ટ”ના સ્થાપક – રિચા દલવાણી એ વધુ માં જણાવ્યું કે, “આપણી ધરોહર અણમોલ છે અને તેનું પોતાનું શાશ્વત જીવન છે.” આજના ભૌતિકવાદમાં જ્યારે લોકોએ પશ્ચિમી સંસ્કૃતિને જે સહજતાથી પોતાના જીવનમાં વણી લીધી છે ઍટલી જ સહજતા, પ્રેમ અને ગૌરવથી ઓપણા સાંસ્કૃતિક વારસાને પણ રોજિંદા જીવનનો ભાગ બનાવી શકે તે આશયથી જ “ધ હેરીટેજ આર્ટ”ની રચના કરવામાં આવી છે અને અમને ખાતરી છે કે દરેક સાચા અને પાક્કા અમદાવાદીને “રૂબરૂ અમદાવાદ” માં અમે જે પ્રદર્શિત કરીશું તેના પર ગર્વ થશે.