રાજ્યમાં કથળેલી કોરોનાની સ્થિતિને લઈ DyCM નીતિનભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં DyCMએ કહ્યું કે, રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. રાજયમાં દરરોજ 9000થી વધુ કેસો સામે આવી રહ્યાં છે. કોરોનાની બીજી લહેરમાં રાજયનો કોઈ જ જિલ્લો કે તાલુકામાં કેસ ન હોય તેવું રહ્યું નથી. હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે. દર્દીઓની સંખ્યા સતત ઝડપથી વધી રહી છે. જેની સામે નવી વ્યવસ્થા ઉભી કરી રહ્યાં છીએ. કોરોના દર્દીઓ માટે હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં જગ્યા ખુબ જ ઓછી છે. 1200 બેડ હોસ્પિટલ કુલ થઈ ગઈ છે એક પણ નવા દર્દીને દાખલ કરી શકાય એવી સ્થિતિ નથી.
તેમણે કહ્યું કે, સરકારની, કોર્પોરેશનની અને ખાનગી હોસ્પિટલો એ તમામ જગ્યાએ પથારીઓ ભરેલી છે. તેથી જ વિનંતી છે કે, જરૂરિયાત મુજબના દર્દી જ હોસ્પિટલમાં દાખલ થવાનો આગ્રહ રાખો. સિવિલ હોસ્પીટલ સરકારની સૌથી મોટી હોસ્પિટલ છે. તેથી આરોગ્ય વિભાગની જવાબદારી છે કે હોસ્પિટલ આવેલ દર્દીને દાખલ કરવાનો ડોકેટર પ્રયત્ન કરે છે. બીજી હોસ્પીટલ વધતી ઓછી જવાબદારી નિભાવતા હોય, પણ સરકાર તમામ દર્દીને સિવિલમાં દાખલ કરવા કટીબદ્ધ છીએ. તેથી 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં અહી ભલે લાઈન લાગે, આ ચિત્ર સારુ નથી, આ શોભતુ નથી, પણ આ અમારી મજબૂરી છે. 108 માં પણ દર્દી હોય, તો પણ તેમાં ઓક્સિજન ચાલુ રાખીને દર્દીનો જીવ બચાવવાનો પ્રયાસ કરીએ છીએ. જેમ બેડ ખાલી થાય તેમ અમે દર્દીને દાખલ કરીએ છીએ.
DyCMએ આગળ કહ્યું કે, સિવિલ મેડિસીટી હોસ્પિટલમાં વધુમાં વધુ બેડ, ઓક્સિજન વધારવા, વેન્ટિલેટર, ઇન્જેક્શન આપવા માટે આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમામ સરકારી હોસ્પિટલો પર ખૂબ જ ભારણ આવ્યું છે. ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને અભિનંદન આપું છું. રજા વગર 108, ડોક્ટરો અને સ્ટાફ રાત દિવસ કામ કરે છે. ત્યારે કોરોનાનો વેવ વધ્યો છે ત્યારે સાવચેતી રાખવી જરૂરી છે.
AMC, સોલા મેડિકલ કોલેજમાં વ્યવસ્થા વધારવા પ્રયત્ન ચાલુ છે. એક અઠવાડિયામાં GMDC ગ્રાઉન્ડમાં હોસ્પિટલ શરૂ થશે. 900 બેડની હોસ્પિટલ કેન્દ્ર સરકાર હેઠળ શરૂ થશે. મોટા ભાગના શ્વાસની તકલીફ વાળા આવે છે. માટે ઝડપથી ઓક્સિજન સાથે બેડ આપવામાં આવે તેવી વ્યવસ્થા કરીએ છીએ.
નાયબ મુખ્યમંત્રીએ રાજ્યની હોસ્પિટલની માહિતી આપતા કહ્યું કે, દર્દીઓને રાખવા માટે જગ્યા ઓછી પડી રહી છે. તેથી જેટલું બને તેટલી વધુ બેડ ઉભા કરવામાં આવી રહ્યાં છે. 108 એમ્બ્યુલન્સમાં ફોનનું પ્રમાણ વધી રહ્યું છે. 108 પર બે પ્રકારનું ભારણ વધ્યું છે. કોરોનાની સાથે સામાન્ય દર્દીઓ જેમ કે રોડ અકસ્માત અને બીજી બીમારીના દર્દીઓ પણ ફોન કરી રહ્યાં છે. અનેક ફોન આવવાને કારણે લાઈન બિઝી મળી રહી છે. હાલ દર્દીઓને એમ્બ્યુલન્સ મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે. મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ પર ભારણ વધી રહ્યું છે. હાલ તમામ તબીબો રજા માંગ્યા સિવાય તમામ લોકો કામ કરી રહ્યાં છે. હાલ જે વેવ ચાલી રહી છે, તેને કારણે અમારી કેપેસિટી કરતા મોટી જરૂરિયાત વધી છે. તેથી અમે વ્યવસ્થા વધારવાનું કામ અમે કરી રહ્યાં છે. બીજા ફેઝનો વાયરસ સીધો ફેફસા પર અસર છ. જે દર્દી અહી આવે છે તે શ્વાસની તકલીફ વાળા આવે છે. નર્સીગ અને ડોકેટર સ્ટાફ સાથે અત્યારથી ભરવાની 108 ને સૂચના અપાઇ છે. મંજુશ્રી હોસ્પિટલમાં વધુ 80 પથારીની સુવિધા ઉભી કરાઇ છે. કુલ 240 નવી પથારી ઊભી કરી છે. કેન્સર હોસ્પીટલમાં આવતીકાલ। સાંજ સુધી માં 30 પથારી ઊભી કરાશે. જીએમડીસીમાં 900 બેડની હોસ્પિટલ એક અઠવાડિયામાં પ્રાપ્ત થશે.
