નોકરિયાત વર્ગને ટૂંક સમયમાં મળી શકે છે સારાસમાચાર
કેન્દ્ર સરકાર દ્વાર નોકરિયાત વર્ગમાટે થોડા જ સમયમાં ખુબખબરીની જાહેરાત કરી શકે છે.કર્મચારીઓના કામ કરવાના સમયગાળાને લઈને આવી શકે છે સારા સમાચાર સરકાર કંપનીઓને ફ્લક્સિબિલિટી સાથે કામ કરવાની યોજના બનાવી રહી છે.સપ્તાહમાં 4 દિવસ કામ અને 3 દિવસ રજાની યોજનાને મંજૂરી મળી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.પરંતુ આ 4 દિવસ કર્મચારી એ વધુ સમય કામ કરવું પ્પ્ડશે તેવું દેખાય રહ્યું છે.
આમ,લેબર સેક્રેટરી અપૂર્વા ચંદ્રાના જણાવ્યા મુજબ પહેલાની જેમ સપ્તહમાં 48 કલાક કામ કરવાના નિયમમ કોઈ પણ ફેરફાર જોવા મળશે નહીં.પરંતુ ત્રણ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી કંપનીઓને આપવામાં આવી સશકે છે.આ ઉપરાંત તેમને જણાવ્યું હતું કે 12 કલાકની શિફ્ટવાળા લકર્મચારીઓ 4 દિવસ કામ કરવાનું રહેશે જયારે તેમને 3દિવસ રજા રાખવાની મંજૂરી મળી શકશે.આ જ રીતે 10 કલાકની શિફ્ટના લોકોને 5 દિવસ અને 8 કલાકની શિફ્ટવાળા લોકોને સપ્તાહમાં 6 દિવસ કામ કરવું પડશે.
તેમજ ફ્લેક્સિબલ રીતે કર્મચારીઓ કામ કરી શકે તે માટે આ નિયમો બનાવામાં આવી રહ્યા છે. આથી કોઈ પણ કર્મચારીને કંપની દ્વારા ત્રણ શિફ્ટ કરવા દબાણ કરવામાં આવશે નહિ બદલાતા વર્ક-કલ્ચર સાથે તાલમેલ જાળવી રાખવા માટે આ યોજના બનાવવની વિચારણા ચાલી રહી છે. તેમજ કર્મચારીઓને કામ પ્રત્યે તણાવ દૂર થાય તેમજ વધુ સારી રીતે કામ કરી શકવાના ઉદ્દેશયથી નવા નિયમો લાગુ કરવામાં આવશે.