પગમાં ફ્રેક્ચર, ત્રણ ત્રણ પ્લેટ તેમ છતાં નિભાવી લોકશાહીની ફરજ

પગમાં ફ્રેક્ચર, ત્રણ ત્રણ પ્લેટ તેમ છતાં નિભાવી લોકશાહીની ફરજ

6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું ત્યારે દિવસ દરમ્યાન દરેક નાગરિકે કોઈ પણ પરિસ્થતિમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટે મતદાન કર્યું છે. ત્યારે આવાજ એક જાગૃત નાગરિકે પોતાની તબિયત નાજુક હોવા છતાં પણ લોકશાહીમાં મળેલા હકનો ઉપયોગ કરી મતદાન કર્યું.મતદાન કર્યું છે ખાસ કરીને આ ચૂંટણીમાં વૃધ્ધોએ સારો એવો રસ દાખવ્યો છે. એ પછી શહેરની વાત હોય કે ગ્રામ્ય વિસ્તારની. દરેક મોટી વયના લોકોએ પોતાની જવાબદારી સમજીને મત આપ્યા છે. આ માહોલમાં સૌથી ખાસ વાત એ છે કે.

અમદાવાદના વરુણ સોસાયટી ગિરધરનગરમાં રહેતા ગૌરાંગભાઈ વ્યાસને પગમાં ફ્રેક્ચર,ત્રણત્રણ પ્લેટ હોવા છતાં પણ તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીની ફરજ નીભાવી.ગૌરાંગભાઈ ની શારીરિક પરિસ્થતિ અત્યંત નાજુક હોવા છતાં પણ તેઓ મતદાન કરવા ગયા.તેમને પગમાં ફ્રેક્ચર ઉપરાંત હાથમાં પણ ફ્રેક્ચર છે. તેઓ પોતાની જાતે ઉભા રહી શકે તેવી પરિસ્થતિમાં પણ નહત,આમ છતાં ગૌરાંગભાઈએ મતદાન કરી પોતાના હકનો ઉપયોગ કર્યો.

ત્યારે આવા જ એક જાગૃત નાગરિક મહેન્દ્રભાઈ કડિયા જેઓએ પણ તેમની શારીરિક પરિસ્થતિ બરાબર ન હોવા છતાં હોસ્પિટલથી ડિસ્ચાર્ચ થઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને પ્રજાના પ્રતિનિધીને પસંદ કરવા તેમના હકનો ઉપયોગ કર્યો. મહેન્દ્રભાઈ પોતે બેંકના નિવૃત કર્મચારી છે જેઓને ટ્રાવેલિંગનો ખુબ શોખ છે.તેમજ તેઓ પોતે બાઈક રાઇડર પણ છે.62 વર્ષની વયે મહેન્દ્રભાઈ બાઈક લઈને અમદાવાદથી મનાલી તેમજ દિલ્હી જયપુર સુધી જતા હોય છે.ચાર દિવસ પહેલા જ તેમનો અકસ્માત થયો હતો, અને હોસ્પિટલથી ડિસ્ચાર્ચ થઈને ઘરે આવતા જ તેમણે પોતાના મતાધિકારના હકનો ઉપયોગ કર્યો હતો.

Related posts

વડોદરામાં બીજા તબ્બકાની મતગણતરી પ્રક્રિયા શરૂ

Inside Media Network

કોરોનાએ બદલ્યું સ્વરૂપ, કોરોનાના નવા લક્ષણો આવ્યા સામે

Inside Media Network

રાજકોટના રાજવી માંધાતાસિંહ વિન્ટેજ કારમાં મતદાન કરવા પહોંચ્યા.

Inside Media Network

ગુજરાત પર ફરી ઘેરાયું કોરોનાનું સંકટ,24 કલાકમાં 424 કોરોનાના પોઝિટિવ કેસ

Inside Media Network

સુરતમાં વોર્ડ 14માં ભાજપની પેનલનો વિજય

Inside Media Network

સુરતમાં ભાજપ 93 બેઠક પર અને AAP 27 સીટ પર વિજયી, ગુરુવારે કેજરીવાલ કરશે રોડ શો

Inside Media Network
Republic Gujarat