પુડ્ડુચેરીમાં કોંગ્રેસ સરકાર ભાંગી ગઈ, નારાયણસામી બહુમત સાબિત ન કરી શક્યા

દક્ષિણ ભારતના એકમાત્ર કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં કોંગ્રેસ અને ડીએમકેની ગઠબંધન સરકાર ભાંગી ગઈ છે. વિધાનસભામાં કોંગ્રેસ  બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ પુરવાર થઈ છે. જેના કારણે સ્પીકરે સરકાર પાસે કોઈ બહુમત ન હોવાનું એલાન કર્યું છે. આ માહોલ બાદ મુખ્યમંત્રી નારાયણસામીની વિદાય નક્કી છે. વિધાનસભામાં કોંગ્રેસને પોતાના 9 ધારાસભ્યો ઉપરાંત ડીએમકેના 2 તથા અપક્ષના એક ધારાસભ્યનું મહત્ત્વનું સમર્થન મળ્યું હતું.

એટલે કે કુલ 11 ધારાસભ્યોનું સમર્થન હતું. જો સ્પીકરની ગણતરી કરવામાં આવે તો એ સંખ્યા 12 સુધી પહોંચે છે. 14 સભ્યોનું સમર્થન બહુમત માટે જરૂરી હોય છે. જે પુડ્ડુચેરીમાં વિપક્ષ પાસે છે. ફ્લોર ટેસ્ટ પહેલા નારાયણસામીએ દાવો સાથે કહ્યું કે, ધારાસભ્યોનું બહુમત એમની પાસે છે. સોમવારે કોંગ્રેસનું ભાવિ નક્કી કરવા માટે એક વિશેષ સત્રનું યોજાયું હતું. સીએમ નારાયણસામીએ સદનમાં વિશ્વાસમતનો પ્રસ્તાવ મૂક્યો હતો, એમાં દાવો કરાયો હતો કે, સરકાર પાસે બહુમત છે. પણ એવું થયું નથી. વિપરીત સ્થિત બની ગઈ. નારાયણસામીની સરકારે બહુમત ગુમાવી દીધો હતો. વિશ્વાસમત પહેલા મંત્રીએ સંપૂર્ણ રાજ્ય તરીકેની માગ કરી હતી. પૂર્વ ઉપરાજ્યપાલ કિરણ બેદી અને કેન્દ્રની ભાજપ સરકાર પર પુડ્ડુચેરીમાં સરકાર પાડી દેવાનો આક્ષેપ મૂક્યો  હતો. સીએમએ ધારાસભ્યોને પાર્ટી માટે ઈમાનદાર રહેવા માટેની સલાહ આપી હતી. કહ્યું હતું કે, જે ધારાસભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે તે લોકોની સામે નજર નહીં મિલાવી શકે. લોકો એમને તકવાદી ગણશે. છ ધારાસભ્યોના રાજીનામાથી રાજકીય સંકટ વઘારે ઘેરાઈ ગયું હતું. ફ્લોર ટેસ્ટના એક દિવસ પહેલા જ કોંગ્રેસ અને ડીએમકેના એક એક ધારાસભ્ય એ રાજીનામું ધરી દેતા રાજકીય માહોલમાં મોટો વળાંક જોવા મળ્યો.

જોકે, ફ્લોર ટેસ્ટ પહેલા પુડ્ડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસનની પણ સંભાવનાઓ હતી. લેફ્ટનન્ટ ગવર્નર તમિલસાઈ સુંદરરાજન તામિલનાડું ભાજપના અધ્યક્ષ પદે રહી ચૂક્યા છે. આ પણ એક વાસ્તવિકતા સ્વીકારવી પડે. પણ હાલ જો ભાજપને એવું લાગે કે, સ્થિતિ પક્ષમાં નથી તો રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે. રાષ્ટ્રપતિ શાસન અંગેની ભલામણ ગવર્નર કાયદો અને વ્યવસ્થાનો ઉલ્લેખ કરીને કરી શકે. નારાયણસામીની સરકાર અલ્પ સંખ્યામાં ત્યારે આવી ગઈ. જ્યારે બંને પક્ષમાંથી એક એક ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા. રવિવારે સાંજે મુખ્યમંત્રીના આવાસ પર એક મહત્ત્વની બેઠક યોજાઈ ગઈ હતી. ખાસ વાત એ પણ છે કે, રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલા રાજ્યની મુલાકાત કરી હતી. પણ તેઓ આ સંકટની સ્થિતિમાં પક્ષને ઠોકર લાગતા બચાવી શક્યા નથી.

Related posts

BJP-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી અને પથ્થરમારો

Inside Media Network

ગોધરાકાંડનો ભાગેડુ આરોપી ઝડપાયો – Gujarat Inside

Inside Media Network

અમદાવાદમાં ફિઝિયોથેરાપિસ્ટ યુવતીની લાશ મળી આવી.

Inside Media Network

કોરોના કહેર: ગુજરાતમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 3280 કેસ નોંધાયા, 17 ના મોત

રાજકોટના 18 વોર્ડમાં કમળ ખીલ્યું. આગેવાનો-કાર્યકર્તા આનંદમાં

Inside Media Network

સુશાંત સિંહ રાજપૂત – એક લોકપ્રિય અભિનેતા

Inside Media Network
Republic Gujarat