- પેટ્રોલનો ભાવ રૂ.100 થશે તો પંપ માલિકોની મુશ્કેલી વધશે, પેટ્રોલિયમ કંપનીને કરી આ રજૂઆત
પેટ્રોલ-ડીઝલના ભાવ અત્યાર આકાશને આંબી રહ્યા છે. જેના કારણે સામાન્ય લોકો પરેશાન થયા છે. આર્થિક ફટકો પડતા અનેક વર્ગોનું બજેટ ખોરવાઈ ગયું છે. જે રીતે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. એના કારણે હવે પંપ માલિકો એકાએક ચિંતામાં મૂકાયા છે. એમની ચિંતાનું કારણ પેટ્રોલના ભાવ નથી પણ ટેકનિકલી જે મશીન કામ કરી રહ્યા છે એ છે.
ગુજરાત રાજ્યમાં હાલમાં પંપ પર ભાવ દર્શાવતી જે ડિજિટલ સિસ્ટમ છે એમાં રૂ.99.99 સુધીના જ આંકડા દેખાડી શકાય છે. એટલે આપણે જે પેટ્રોલ પૂરાવીએ છીએ એની નીચેની બારીમાં એક ડિજિટલ ફીગર લિટરે કેટલા રૂપિયા એ દર્શાવે છે. આવનારા ભવિષ્યમાં જો પેટ્રોલના ભાવ રૂ.100 થઈ જશે એવું બધા માની રહ્યા છે. પણ જો આવું થયું તો હાલની મશીન સિસ્ટમને કારણે પંપ મશીન ત્રણ આંકડાનો ભાવ નહીં દર્શાવે. અત્યારે મોટાભાગના પંપ પર 4 ડિજિટ દર્શાવવામાં આવે છે. એટલે પોઈન્ટ પહેલા બે અને પછી બે. આ રીતે જો ભાવ રૂ.100 થાય તો પણ ભાવ માત્ર 99.99 સુધી આવીને અટકી જશે. કારણ કે મશીનમાં એક સાથે ત્રણ અંક દર્શાવી શકાય એવી કોઈ સિસ્ટમ નથી. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસો.ના જણાવ્યા અનુસાર આગળના અંક ત્રણ ડિજિટમાં કરવા અનિવાર્ય છે. આ માટે કેટલાક ટેકનિકલ ફેરફાર કરવા પડે એમ છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસો.ને ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિમય, હિન્દુસ્તાન પેટ્રોલિયમ સહિતને મોટી પેટ્રો કંપનીઓને લેખિમાં રજૂઆત કરી છે. હાલમાં 4 ડિજિટને બદલે પાંચ કરવા માટે કહેવામાં આવ્યું છે. પેટ્રોલિયમ ડીલર્સ એવું માને છે કે, જો સિસ્ટમમાં કોઈ ફેરફાર નહીં થાય તો જ્યારે ભાવ ત્રણ અંકમાં થશે તો વેચાણમાં મોટી મુશ્કેલી ઊભી થશે.
આ એસો.ના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં સરકારી અને ખાનગી પેટ્રોલિયમ મળીને 5000થી વધારે પંપ છે. હાલની સ્થિતિએ સરકારી પંપમાં આશરે 1000 પંપ એવા છે જેમાં ભાવ ડિસપ્લેને લઈને આ મોટો પ્રશ્ન ઊભો થયો છે. આ અંગે અમે લેખિતમાં રજૂઆત કરી છે. જેથી ટૂંક સમયમાં કંપનીઓ ટેકનિકલી અપગ્રેડ થશે. રીલાયન્સ પેટ્રોલપંપ ડીલર્સ એસો.ના પ્રમુખ સુનિલ ગોળવાળાએ જણાવ્યું કે, પેટ્રોલના ભાવમાં ત્રણ આંક થાય તો અમારા પંપના મશીનમાં એવો કોઈ વાંધો નહીં આવે. રીલાયન્સ જેવી ખાનગી કંપનીઓના પંપ બે વર્ષ પહેલા જ અપડેટ થયા છે. જેમાં મશીન પણ અપડેટ કરવામાં આવ્યા છે. દરરોજ સવારના 6 વાગ્યે ભાવ અપગ્રેડ થતા હોવાથી હવે દરરોજ માધ્યમોમાં કવર થતા નથી. પેટ્રોલ-ડીઝલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ સાથે જોડાયેલી છે. જો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડની કિંમતમાં ઘટાડો થાય તો પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો થાય