વારસદારની સંપત્તિ અંગે સુપીરમ કોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય આપવામાં આવ્યો છે. જેમાં તેમને જણાવ્યું છે કે હિન્દૂ મહિલા તેની પોતાની સંપત્તિમાં પિતાના પરિવારને વારસદાર બનાવી શકે છે.તેમજ તેમાં જણાવ્યું છે કે મહિલાના પરિવારના લોકો બહારના નહીં ગણાય.આથી કોર્ટે દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમની કલમ 15.1.D હેઠળ પિતાના પરિવારને વારસદાર બનાવી શકશે.
જસ્ટિસ અશોક ભૂષણની ખંડપીઠે જણાવ્યું કલમ 13.1.Dને સાંભળીને સ્પષ્ટ કર્યું છે કે પિતાના ઉત્તરાધિકારીઓને વારસદાર માનવામાં આવ્યા છે.જેઓ સંપત્તિના હકદાર છે.તેમજ મહિલાના પિતાના પરિવારને પણ વારસદાર તરીકે ગણવામાં આવશે.મહિલાના પિતાની તરફના પરિવારને હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમની કલમ 15.1.D ની હેઠળ ગણવામાં આવશે
ઉત્તરાધિકાર કાયદા, 1956 બન્યા બાદ ધારા 14 અનુસાર,પત્ની સંપત્તિની એકમાત્રહકદાર ગણવામાં આવી છે. ત્યારે જગ્નો નામની એક મહિલાને તેના પતિની સંપત્તિ મળી હતી. પતિનું 1953માં મૃત્યુ થયું હતું. તેમજ તેને કોઈ સંતાન ન હતું તેથી કૃષિ સંપત્તિનો અડધો હિસ્સો પત્નીને મળ્યો હતો.આથી આ મહિલાએ તેના ભાઈઓના દીકરોના નામ સંપત્તિમાં ઉમેરાયા હતા અને ત્યારબાદ 1991માં આ દીકરાઓએ સિવિલકોર્ટમાં કેસ કર્યો હતો હતો. પરંતુ ત્યારબાદ પતિનના ભાઈએ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો કે સંપત્તિમાં તેના પિતાના પરિવારને ન મળવી જોઈએ ત્યારે તેઓએ કહ્યુ કે, હિન્દૂ વિધવા પોતાના પિતાના પરિવાર સાથે સંયૂકત હિન્દૂ પરિવાર નથી બનાવતી અને કોર્ટ દ્વારા આ યાચિકા ખરીજ કરવામાં આવી હતી.