પ્રધાનમંત્રી મોદીએ દિલ્હી એઇમ્સ ખાતે લીધો કોરોના વેક્સિનનો પહેલો ડોઝ

 

  • દેશમાં કોરોના વેક્સિનના બીજા તબક્કાનો પ્રારંભ

 

  • 60 વર્ષથી વધુ વયના વૃધ્ધોને કોરોના વેક્સિન આપવામાં આવશે

 

  • ખાનગી હોસ્પિટલોમાં પણ આપવા આવશે કોરોના વેક્સિન

 

  • રૂપિયા 250ના દરે ખાનગી હોસ્પિટલોમાં કોરોના વેક્સિન આપવામાં આવશે.

 

દેશમાં કોરોના વેક્સિનેશન પ્રકિયા ચાલી છે.ત્યારે 1 માર્ચથી કોરોના વેક્સિનેશન માટે બીજા તબક્કાની શરૂઆત થઈ છે. ત્યારે સોમવારે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સિન લીધી છે. પ્રધાનમંત્રી મોદીએ દિલ્હીની AIIMSમાં કોવિડ-19 વેક્સીનનો પહેલો ડોઝ લીધો છે. રસી લીધા બાદ PM મોદીએ ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપી હતી.અને ભારતને કોરોના મુક્ત કરવા અપીલ કરી હતી.

PM મોદીએ તસ્વીર શેર કરી ને જણવ્યું હતું કે ” મેં કોવિડ-19 વેક્સિનનો પહેલો ડોઝ દિલ્હી એઇમ્સ ખાતે લીધો છે,તેમજ આપણા ડોકટરો અને વૈજ્ઞાનિકોએ ઓછા સમયમાં કોરોના સામેની લડતા આપવા મહત્વનું કામ કર્યું છે.હું આપ સૌને કોરોના વેક્સિન લેવા આપીલ કરી રહ્યો છું સાથે મળીને કોરોનાથી મુક્તિ પામીએ”.

દેશમાં આજથી કોરોના વેક્સિનેશન પ્રક્રિયાના બીજીએ તબક્કાની શરૂઆત થઈ છે. 60 વર્ષથી વધુ વયના લોકોને તેમજ 45 વર્ષ તેથી વધુ વયનાલોકો કે જે કીઓ ગંભીર બીમારીથી પીડાતા હોય તેમને બીજા તબક્કામાં વેક્સિનેશન આપવામાં આવશે.તેમજ વેક્સિનેશન
પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં પણ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે.

Related posts

KIITના ડૉ.સામંતના સહયોગથી બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા શરૂ કરશે કાયદાની અનોખી ઈન્સ્ટીટ્યૂટ

Inside Media Network

શું તમે વોટ્સએપના નવા ફીચર્સથી જાણકાર છો ?

Inside Media Network

કોરોના થી પ્રભાવિત તમામ ક્ષેત્રો, પરંતુ ગુજરાતના હીરા ઉદ્યોગ પર કોઈ અસર નહીં

Inside Media Network

શું તમારા દાંત આડા-અવળા છે? તો આ વસ્તુઓનું સેવન દાંતને નબળા કરશે

Inside Media Network

નોકરિયાત વર્ગને ટૂંક સમયમાં મળી શકે છે સારાસમાચાર

Inside Media Network

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત લથડી, અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં ખસેડાયા

Republic Gujarat