કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટીવ થયા છે. તેના કારણે પ્રિયંકાએ પોતાની આસામ યાત્રા રદ કરી નાખી છે. આ બાબતને લઈને એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. પ્રિયંકાએ જણાવ્યુ છે કે, હાલમાં કોરોના પોઝિટીવ આવવાના કારણે મારે આસામ પ્રવાસ રદ કરવો પડ્યો છે. મારો કાલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ ડૉક્ટર તેમને સલાહ આઈસોલેટ થવાની સલાહ આપી છે. પ્રિયંકાએ કહ્યું કે હું આ અસુવિધા બદલ માફી માંગું છું, હું કોંગ્રેસની જીતની ઈચ્છું છું.
રોબર્ટ વાડ્રાને કોરોના પોઝિટિવ
જોકે પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટિવ છે. રોબર્ટ વાડ્રાનો રિપોર્ટ પોઝિટિવ છે. વાડ્રાએ ફેસબુક પોસ્ટ દ્વારા માહિતી શેર કરી હતી. તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ગાંધી આવતા દિવસે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી કાર્યક્રમમાં ભાગ લઈ રહી હતી. તાજેતરમાં જ પ્રિયંકાએ અસમ અને બંગાળમાં અનેક ચૂંટણી રllલીઓ અને સભાઓને સંબોધન કર્યું હતું.
