બ્રહ્મલીન થયા મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજ, જૂનાગઢમાં કરાશે અંત્યેષ્ઠી, ભક્તોમાં શોકની લાગણી ફેલાઈ

મહામંડલેશ્વર અને ભારતી આશ્રમના સ્થાપક, ભારતી બાપુ આજે સવારે દેવલોક પામ્યા છે. અમદાવાદના સરખેજ ખાતે મહામંડલેશ્વર ભારતીબાપુ દેવલોક પામ્યા છે. ભારતીબાપુની તબિયત નાદુરસ્ત હતી. ભારતીબાપુના નશ્વર દેહ લોકોના દર્શન માટે ભારતી આશ્રમ સરખેજ ખાતે આજે 11 એપ્રિલને 2021ના સવારના 9.30 સુધી રાખવામા આવશે. ત્યાર બાદ તેઓના નશ્વરદેહને જૂનાગઢ ખાતે અંત્યેષ્ઠી ( સમાધી) માટે લઈ જવાશે.

ભારતીજી મહારાજ કોરોના ગ્રસ્ત હતા અને તેઓ તપન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા અને મોડી રાત્રે 2.24 વાગે ભારતી બાપુએ દેહ છોડ્યો હતો. 93 વર્ષના ભારતીજી મહારાજના નિધનથી આશ્રમના સેવકગણમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. શ્રી અવંતિકા ભારતીજી મહારાજ મહામંડલેશ્વર શ્રી વિશ્વંભર ભારતીજી મહારાજના ગુરૂ હતા, જેમની નિશ્રામાં રહીને તેઓએ જ્ઞાન મેળવ્યું હતું. જૂનાગઢ ભારતી આશ્રમની જવાબદારી તેમના શિષ્ય હરિહરાનંદ ભારતીજી સંભાળે છે.

મળતી માહિતી મુજબ, સરખેજના ભારતી આશ્રમ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સવારે 8.30 થી 9.30 કલાક દરમ્યાન ભક્તો ભારતી બાપુના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી શકશે. ત્યાર બાદ બ્રહ્મલીન ભારતી બાપુના પાર્થિવ દેહને જુનાગઢ લઇ જવાશે જ્યાં તેમને સમાધિ અપાશે. ભારતી બાપુના નિધનના સમાચારથી સાધુ સંત અને તેમના અનુયાયી અને શ્રદ્ધાળુઓમાં શોકની લાગણી પ્રસરી છે.

શ્રી મહંત હરિહરા નંદ બાપુ હવે ભારતી બાપુના નવા વારસદાર બનશે. તેઓ આશ્રમના નવા મહંત બનશે. ભારતી બાપુના ગુજરાતમાં 5 આશ્રમ આવેલા છે, જેમાં અમરેલી ભાટ વાક્ય, નર્મદા, સનાતન લબેનારાયણ ભારતીય, સરખેજ અને જૂનાગઢ આશ્રમ. જેમાંથી જુનાગઢના આશ્રમમાં બાપુને સમાધિ આપવામાં આવશે. હાલ બાપુના પાર્થિવ દેહને સરખેજ આશ્રમથી જુનાગઢ એમ્બ્યુલન્સમાં લઇ જવાની તૈયારીઓ શરૂ કરાઈ છે.

Related posts

હાઈકોર્ટએ કોંગ્રેસના ત્રણ ઉમેદવારોની અરજી ફગાવી

Inside Media Network

ગુજરાતને ભેંટ: સુરતના હજીરા પોર્ટથી દીવ વચ્ચે ક્રૂઝ થશે શરૂ, એક ટ્રીપમાં 300 મુસાફરો કરશે સફર

Inside Media Network

દેશના Super Rich ભીખારી, આલિશાન ફ્લેટ અને સંપત્તિ જાણીને ચોંકી જશો

Inside Media Network

ગુજરાત: પીએમ મોદી જ્યાં ચા વેચતા હતા તે સ્ટેશન આજે તેના પુનર્નિર્માણનું ઉદઘાટન કરશે

9મી વખત નાણામંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે

Inside Media Network

કોરોનાએ બદલ્યું સ્વરૂપ, કોરોનાના નવા લક્ષણો આવ્યા સામે

Inside Media Network
Republic Gujarat