બ્લડપ્રેશરમાં વધારો થવાથી યાદશક્તિને નુકશાન થઈ શકે છે.
વૈજ્ઞાનિકોઓએ દાવો કર્યો છે કે બ્લડપ્રેશરમાં વધારો થવાથી યાદશક્તિને નુકશાન થઈ શકે છે.સ્વિડનની ઉપસાલા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું હતું કે રાત્રીના સમયે બ્લ્ડપ્રેશરમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આથી તેના કારણે વ્યક્તિની માનસીક પરિસ્થતિને નુકશાન થઈ શકે છે. આ ઉપરાંત રિસર્ચમાં જણાવ્યા અનુસાર,પુરુષોમાં દિવસની તુલનામાં રાત્રે બ્લડ પ્રેશર વધારે રહે છે જેના કારણે ડિમેન્શિયાના જોખમમાં વધારો થતો જોવા મળે છે.રાત્રી દરમ્યાન બ્લડપ્રેશર વધુ રહેવાના કારણે યાદશક્તિને નુકશાન થવાનું જોખમ 1.6 ગણું વધી શકે છે.તેમ રિસર્ચ આધારે જાણવા મળ્યું છે.આ એક એવી બીમારી છે કે જેમાં સતત નિર્ણય લેવામાં મુશ્કેલી પડે છે. તેમજ યાદશક્તિમાં ધટાડો જોવા મળે છે.
સ્વિડનની ઉપસાલા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું હતું જેમા આ બાબત સામે આવી હતી.તેમજ આ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા 70 વર્ષનઆ લોકોને આ અભ્યાસમાં આવરી લેવામાં આવ્યા હતા.તેમજ તેમનું રાત્રી તેમેજ દિવસ દરમ્યાનનું બ્લડપ્રેશર માપવામાં આવતું હતું.તેમજ તેના આધારે ડિમેન્શિયાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.તેમજ આ વ્યક્તિઓમાં ડિમેન્શિયાની અસર જોવા મળી હતી.જે વ્યક્તિઓમાં બ્લડપ્રેશર વધુ જોવા મળ્યું હતું.તેમનામાં આ બીમારી જોવા મળ હતી
રાત્રે સુતા સમયે ઊંઘમાં મગજની શક્રિયતામાં ધટાડો જોવા મળી રહ્યો છે.તેમજ બ્લડપ્રેશરમાં વધારો થવાથી મગજની શક્રિયતા ઓછી થઈ જાય છે.
આ ઉપરાંત મગજના એવા કોષ જે બ્લડપ્રેશરના કારણે સુકાવા લાગે જેના કારણે યાદશક્તિને કાબુમાં રાખવી મુશ્કેલ બની જાય છે.અને આની રિકવરી અશક્ય બની જાય છે.