ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરનારી બહેનને ભાઈએ છરીના ઘા ઝીક્યાં
રાજ્યમાં ગુનાહિત પ્રવુતિઓમાં વધારો થતો જાય છે.ત્યારે આવી જ એક ઘટના રાજકોટ જિલ્લામાં સામે આવી છે. ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરનારી બહેનને ભાઈએ છરીના ઘા ઝીક્યાં હોવાની ઘટના સામે આવી છે..વિધવા બહેન પ્રેમી સાથે ભાગી જતા ભાઈએ ઘરે પરત લાવી બહેનને છરીના ઘા ઝીંકી ગંભીર રીતે ઘાયલ કરી હોવાની ઘટના સામે આવી છે.ગંભીર ઈજાના પગલે બહેનને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, જસદણ ચોકડી પાસે રહેતી યુવતી જ્યોત્સનાબેન કાળુભાઇ સાડમીયા નામની વિધવાને તેના જ ભાઇ અશોક કાળુભાઇ વાઘેલાએ પેટ અને ગળાના ભાગે છરીના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી.જેના કારણે યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.આથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.તેમજ તપાસ દરમ્યાન પોલીસ દ્વારા યુવતીના માતાનું નિવેદન નોંધ્યું હતું.જેમાં માતા એ જણાવ્યું હતું કે જ્યોત્સનાના પતિનું ચારેક વર્ષ પહેલા અવસાન થઇ ગયું છે. એ થોડા દિવસ પહેલા બાજુના ગામના સંજય નામના શખ્સ સાથે ભાગી ગઇ હતી તેમજ સંતાનોને મૂકીને ભાંગી ગઈ હોવાથી મારા દીકરા સંજયને ગુસ્સો આવતાતેની સાથે ઝઘડો કરી તેને છરીના ઘા ઝીકી દીધા હતા. પોલીસે નિવેદનના આધારે વધુ તપાસ હાથધરી છે.