પંજાબ નેશનલ બેંકના લેભાગુ નીરવ મોદીના ભારત પ્રત્યર્પણ પર બ્રિટનની કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી.જેમાં કોર્ટે નીરવ મોદીને ભારત મોકલવાની મંજૂરી આપવામાં આવી છે.તેમજ લંડનમાં વર્ચ્યુઅલ હિયરિંગ પછી જજ સેમ્યુઅલ ગુજીએ જણાવ્યું હતું.કે ભારતમાં ચાલી રહેલા કેસમાં નીરવ મોદીએ જવાબ આપવો પડશે.તેમજ નીરવ મોદીએ પુરાવાઓ નષ્ટ કરવાની અને સાક્ષીઓને ડરવાનું કાવતરું રચ્યું હતું.
સાથે જ કોર્ટએ નીરવ મોદીની માનસિક સ્થિતિ સારી ન હોવાની વાતને નકારી હતી.તેમજ તેમણે કહ્યું હતું કે નીરવ મોદીને ભારત મોકલીને ન્યાય નહીં મળે તેવું નથી મુંબઈની આર્થર રોડ જેલ બેરેક નંબર 12 નીરવ મોદી માટે યોગ્ય ગણાવી હતીનીરવ મોદીનું ભારતમાં પ્રત્યર્પણ થશે તો પણ તેને ત્યાં ન્યાય મળશે.
નીરવ મોદી પંજાબ નેશનલ બેંક સાથે રૂપિયા 14 હજાર કરોડથી વધુની છેતરપિંડીનો આરોપી છે.તે લંડનની વાંડ્સવર્થ જેલમાં બંધ છે.તેમજ તેને પ્રત્યર્પણ કરી ભારત લાવવા માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો.ત્યારે કોર્ટના ચુકાદા બાદ આ અંગેની મંજૂરી બ્રિટનના ગૃહમંત્રી
પ્રતિ પટેલ દ્વારા આપવામાં આવશે.
19 માર્ચ 2019ના રોજ નીરવ મોદીની ધરપકડ કરવામાં આવી છે.તે સમયથી તે જેલમાં છે તેમણે અનેક વખત જમીન મળેવવાનો પપ્રયત્ન કર્યો હતો.પરંતુ દરેક વખતે તેની અરજી ફગાવી દેવામાં આવી હતી.