ભાજપએ અમદાવાદ મનપાનું સંકલ્પ પત્ર-2021 જાહેર કર્યું
મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી છે.ત્યારે દરેક પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.તેમજ પ્રજાની માંગણીઓ સંતોષવાના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.ત્યારે ભાજપ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.જેમાં આગામી દિવસોમાં અમદાવાદના વિકાસલક્ષી કર્યો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આગામી દિવસોમાં અમદાવાદને હરિયાણુ બનાવની વાત કરવામાં આવી છે.તેમજ પ્રદુષણમુક્ત બનવવાની જાહેરાત ભજન ઘોષણાપત્રમાં કરવામાં આવી છે.આ ઉપરાંત અમદાવાદને સ્માર્ટ સીટીની હરોળમાં લાવવાની વાત કરવામાં આવી છે.તેમજ નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પણ કેહવામાં આવ્યું છે.સ્વસ્થ્યની યોગ્ય ચકાસણી કરવામાં તેમજ નિયમિત સેવઓ આપવામાં આવશે.આ ઉપરાંત પૂર્વ વિસ્તારમાં ક્રિકેટ કોચીગ સેન્ટર બનાવવાની જાહેરાત કરાઈ છે. તો સમગ્ર શહેરને સીસીટીવીથી આવરી લેવાની પણ જાહેરાત કરાઈ છે.
પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અને અમદાવાદના પ્રભારી આઈ કે જાડેજાએ વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરતા જણાવ્યું હતું કે નવા ફ્લાય ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવા, તેમજ પે એન્ડ પાર્કિંગની નવી પોલીસી લાવવાની જાહેરાત કરી છે. મલ્ટિલેવલ પાર્કિંગની સુવિધાઓમાં વધારો કરવામાં આવશે તેમજ તબીબી સેવા માટે સીનીયર સીટીઝનોનુ નિયમિત સ્વાસ્થ્યની તપાસ કરવામાં કરવાની તેમજ . શ્રમજીવીની પણ હેલ્થ ચકાસણીની કામગીરી થશે. મહાનગરમા વિવિધ હોસ્પિટલોમાં બિલ્ડિંગનો વિકાસ કરી 500 બેડ વધારાશે. પંડિત દિનદયાળ મેડિકલ હેલ્થ યોજના ની પણ જાહેરાત કરવામાં આવી છે.