ભાજપે 6 મહાનગરપાલિકામાં જીત હાંસલ કરી

  • ભાજપે 6 મહાનગરપાલિકામાં જીત હાંસલ કરી
  • જીત હાંસલ કરી ભાજપના ઉમેદવારોએ મનાવ્યો વિજય ઉત્સવ

6 મહાનગરપાલિકાનું મતદાન 21 ફેબ્રુઆરીના યોજાયું હતું..જેમાં સરેરાશ 42% મતદાન થયું હતું અને આજે મતગણતરીની પ્રક્રિયા સવારથી હાથ ધરવામાં આવી હતી..જેમાં ભાજપ બધી જ મહાનગરપાલિકામાં જીત તરફ આગળ વધી રહ્યું છે..અને કેટલીક જગ્યાએ ભાજપ પોતાના ભવ્ય જીતનો ઉત્સવ માનવતા નજરે પડી રહી છે..6 મહાનગરપાલિકા માંથી 5 મહાનગરપાલિકામાં ભવ્ય જીત હાંસલ કરી ચુકી છે..476 સીટમાંથી 401 પર આગળ છે અને કોંગ્રેસ 50 બેઠક જ જીતી શકી છે. 6 મહાનગરપાલિકાની 576 બેઠકોમાંથી 401 બેઠકો સાથે ભાજપે ગત ચૂંટણીનો રેકોર્ટ તોડ્યો છે.

અમદાવાદ મતગણતરી પરિણામ
અમદાવાદમાં 192 બેઠકોમાંથી 119 બેઠક પર ભાજપ અને 16 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. જ્યારે સુરતમાં 120 બેઠકમાંથી 58 બેઠક પર ભાજપ અને 22 બેઠક પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. રાજકોટમાં 72 બેઠકોમાંથી ભાજપ 68 અને કોંગ્રેસ 4 બેઠક પર આગળ ચાલી રહી છે. વડોદરામાં અત્યાર સુધીમાં 61 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે.જામનગરમાં 64 બેઠકમાંથી 50 બેઠક પર ભાજપ, 11 બેઠકમાં કોંગ્રેસ અને 3 બેઠક પર માયાવતીની પાર્ટી BSP આગળ ચાલી રહી છે. ભાવનગરમાં 52 બેઠકમાંથી ભાજપ 40 બેઠક અને કોંગ્રેસ 8 બેઠક પર આગળ છે. 6 મહાનગરપાલિકાની 576માંથી 409ના ટ્રેન્ડમાં 339માં ભાજપ આગળ છે, જ્યારે 45માં કોંગ્રેસ, અને 25 બેઠકોમાં AAP અને AIMIM ત્રીજો વિકલ્પ બની રહ્યું છે.

અમદાવાદમાં વેજલપુર, મણિનગર, નારણપુરા, ભાઈપુરા, પાલડી, બાપુનગર, સરદારનગર, સૈજપુર બોધા, ખોખરા, નવરંગપુરા, જોધપુર, થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની પેનલ જીતી છે. જ્યારે દાણીલીમડા અને દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી છે. કેજરીવાલની AAP અને ઓવૈસીની AIMIMને અમદાવાદની જનતાએ એન્ટ્રી પણ થવા દીધી નથી. જ્યારે ભાજપ અને કોંગ્રેસના જીતેલા ઉમેદવારો ઉજવણી કરી રહ્યા છે.

 

રાજકોટ મતગણતરી પરિણામ
રાજકોટમાં ભાજપમાં 24 બેઠક પર અને 4 બેઠક પર કોંગ્રેસ તથા એક બેઠક પર આમ આદમી પાર્ટી આગળ છે. આ ઉપરાંત વોર્ડ નં.1,4,7,10 અને 13 સહિત ભાજપની આખે આખી પેનલનો વિજય થયો છે. જીતના ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવ્યો છે. કોંગ્રેસનો ફરી હારનો શિકાર બની. રાજકોટમાં ભાજપ વિજય સરઘસ યોજી જશ્ન મનાવી રહ્યું છે.

સુરત મતગણતરી પરિણામ
સુરત વોર્ડ નંબર 1,6,8,10,14,21,23,27 અને 29માં ભાજપની પેનલની જીત થઈ છે.વોર્ડ નંબર 4,5,13 અને16માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.ભાજપના સેલિબ્રિટી જેવા નામ ધરાવતા ગીતા રબારી અને ડિમ્પલ કાપડીયાની પણ જીત થઈ છે.હાલ ભાજપ 58 તો આપ 22માં આગળ છે જ્યારે કોંગ્રેસ ખાતુ ખોલાવવામાં પણ નિષ્ફળ રહ્યું છે.

જામનગર મતગણતરી પરિણામ
જામનગરમાં વોર્ડ નં. 9 અને 5માં ભાજપની પેનલનો વિજય થયો છે. બન્ને વોર્ડમાં ભાજપના ઉમેદવારો અને કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવ્યો. જામનગરના પૂર્વ ડેપ્યુટી મેયર કરસન કરમુરની હાર થઇ છે. પાંચ બેઠકો પર BSP આગળ છે. જયારે વોર્ડ નં. 6 અને 7માં ભાજપની પેનલની જીત થઇ છે.

ભાવનગર મતગણતરી પરિણામ

ભાવનગર મનપામાં ભાજપે સપાટો બોલાવ્યો છે. માત્ર વોર્ડ નં.5ને બાદ કરતા તમામ વોર્ડમાં ભાજપને ટ્રેન્ડમાં બહુમતી જોવા મળી રહી છે. વોર્ડ નં. 8 અને વોર્ડ નં. 12 ભાજપની પેનલનો વિજય થયો છે. વોર્ડ નં. 1માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના 1 ઉમેદવાર વિજેતા થયા છે. ભાવનગર મનપામાં ભાજપ ફરી સત્તા હાંસલ કરવાની દિશામાં આગળ છે. 30 બેઠક ભાજપ અને 8 પર કોંગ્રેસ આગળ છે. ભાવનગરમાં હાઉસ ટેક્સમાં 50 ટકા માફી અને મફત પાર્કિંગના વચનો પણ કોંગ્રેસને તારી ન શક્યા નથી.

Related posts

સુરતમાં 13 વર્ષના બાળકને ભરખી ગયો કોરોના, શરીરમાં કોરોનાનાં કોઈ જ લક્ષણ નહોતાં

SBI બેંકના નવા નિયમોથી જાણકાર છો ?

Inside Media Network

6 મનપાની મતગણતરી શરૂ,ભાવનગરમાં વોર્ડ નંબર 7 અને 11ની પેનલ પર ભાજપ આગળ

Inside Media Network

અમદાવાદ: BRTS બસની હડફેટે એક્ટિવાચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત

સુરેન્દ્રનગરમાં કમૌસમી વરસાદથી મરચાની ખેતીને ભારે નુકસાન

Inside Media Network

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે હાઇકોર્ટમાં સુનાવણી, રૂપાણી સરકારે કોર્ટમાં જવાબો રજૂ કર્યા, મેન પાવર ઓછો હોવાની વાત સ્વિકારી

Inside Media Network
Republic Gujarat