ભારતમાં અત્યારે એક પાકિસ્તાની છોકરીનો #Pawriનો વીડિયો ખૂબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વાઈરલ વીડિયો અત્યારે ખૂબ ચર્ચામાં છે. આ વીડિયો છે એક પાકિસ્તાનની 19 વર્ષની છોકરી દાનાનીર મોબીન ઉર્ફે ગીનાનો. દાનાનીરે ઈનસ્ટાગ્રામ પર 6 ફેબ્રુઆરીએ ‘હમારી પાવરી હો રહી હૈ’ વીડિયો અપલોડ કર્યો ત્યારે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તેને સોશિયલ મીડિયા પર આટલો સારો રિસ્પોન્સ મળશે. જોકે હવે આ વિશે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમનો પણ મત ટવિટ કરી જણાવ્યો છે.
દાનાનીરનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તે વીડિયોમાં પાર્ટી શબ્દનો ઉચ્ચારણ પાવરી તરીકે કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા ઉપર તે ચર્ચાનો વિષય બની ગયો છે અને તેથી #PawriHoRahiHai ટ્રેન્ડ થઈ રહ્યું છે. ભારતમાં આ વીડિયોની લોકપ્રિયતા ત્યારે વધી ગઈ જ્યારે સંગીતકાર યશરાજ મુખાતેએ તેનું એક રિમિક્સ પણ બનાવી દીધું.
યશરાજ મુહાતેએ દાનાનીરના આ પ્રખ્યાત ડાયલોગનો ઉપયોગ કરીને એક મેશપ બનાવ્યું છે. તેને પણ ઈન્સ્ટાગ્રામ પર અત્યાર સુધીમાં 4.3 લાખ વ્યૂ મળી ગયા છે. જોકે જ્યારે ઘણાં લોકોએ આ રિમિક્સને શેર કર્યો ત્યારે સ્મૃતિ ઈરાનીએ ખુલાસો કર્યો કે, તેમને યશરાજની પહેલાંના મેશપમાંથી એક બે વધારે પસંદ છે.
આજે સવારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ યશરાજનો એક જૂનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં બિગ બોસ સ્પર્ધક શહનાજ ગિલના ડોયલોગ, ‘મેરી કોઈ ફીલિંગ્સ નહીં હૈ? ત્વોડા કુત્તા ટોમી, સાડા કુત્તા કુત્તા’નો ઉપયોગ કરીને એક રીમિક્સ બનાવ્યું હતું.
વીડિયો શેર કરતાં સ્મૃતિ ઈરાનીએ લખ્યું કે, જ્યારે તમે #Pawri કરતાં દેશી ટોમીને વધારે પસંદ કરો છો. સ્મૃતિ ઈરાનીએ લખ્યું છે કે, મને ખબર છે કે, મેં #Pawri માટે થોડું મોડું કરી દીધું છે. પણ તમે #Pawri છોડો શહેનાઝ ગિલની ફીલિંગ્સ વિશે વિચારો.
https://www.instagram.com/p/CK9JmaXBEtc/?utm_source=ig_web_copy_link