સતત બે ક્વાર્ટરથી GDP માઈનસમાં ચાલી રહ્યો હતો.ત્યારે હવે ભારતીય અર્થવ્યવસ્થા સુધારા તરફ જતી દેખાય રહી છે.ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં GDP 0.4 ટકા જોવા મળ્યો છે.સરકાર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા આંકડાઓના આધારે જાણવા મળ્યું છે ,કે દેશની અર્થવ્યવસ્થા સુધારા તરફ જતી દેખાય રહી છે.કૃષિ તેમજ સર્વિસ સેક્ટરના અને કન્ટ્રકશન સેક્ટરના સારા પરફોર્મન્સના કારણે ત્રીજા કવાર્ટરમાં જીડીપીમાં સુધારો જોવા મળ્યો છે.
તો આં તરફ હોટેલ ઇન્ડસ્ટ્રીમાં 7.7 ટકાનો ઘટાડો નોંધાયો.મહત્વનું છે કે કોરોના મહામારીના કારણે દરેક સેક્ટરમાં મુશ્કેલી ભેરલીલા સ્થતિ જોવા મળી હતી.,જેમાં હોટેલ ઈન્ડસ્ટ્રીટ્સને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે.
NSO નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા બહાર પડેલા આંકડા અનુસાર ત્રીજા કર્વાટરમાં કૃષિ સેક્ટરમાં 3.9 ટકા, મેન્યુફેકચરિંગ સેક્ટરમાં 1.6 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. કન્ટ્રકશન સેક્ટરમાં 6.2 ટકા જ્યારે વીજળી, ગેસ, પાણી પુરવઠા અને અન્ય યુટિલિટી સેવાઓમાં 7.3 ટકાની વધારો જોવા મળી રહ્યો છે.
ઓક્ટોબર, 2020થી ડિસેમ્બર, 2020 સુધીના ત્રીજા કવાર્ટરમાં જીડીપી રૂપિયામાં 36.22 લાખ કરોડ રૂપિયા હતું જે ગયા વર્ષે 36.08 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે ચાલુ વર્ષના ત્રીજા કવાર્ટરમાં જીડીપીમાં 0.4 ટકાની વૃદ્ધિ થયેલી જોવા મળી રહી છે.