ચૂંટણીઓની તૈયરીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે.
- મતદારો માટે 079 27569105 હેલ્પ લાઈન નંબર
- મતદાન બુથની વિગત સાથે પોસ્ટર લગાવાયા
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન કરવાં આવશે જયારે 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જેથી મનપાના પરિણામો જાહેર થઈ જશે. આમ ,21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરપાલિકાઓ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર માટે મતદાન થશે. જ્યારે જૂનાગઢની બે બેઠક પર પણ ચૂંટણી થશે.
ત્યારે ખાસ ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે ત્યારે ખાસ ચૂંટણીપંચ દ્વારા મતદાનને લઈને ખાસ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.તેમજ ત્યારે પ્રથમવાર મતદાન બુથનું સ્થળ દર્શવતા પોસ્ટર ચૂંટણીપંચ દ્વારા લગાવામાં આવ્યા છે.મતદાતાઓ માટે ખાસ હેલ્પલાઈન નંબર જાહેર કરવામા આવ્યો છે.મતદારો માટે 079 27569105 હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો છે
તેમજ સોસાયટી,ફ્લેટની બહાર પણ મતદાન મથકના પોસ્ટર લગાવામાં આવ્યા છે.રહેણાંક વિસ્તારમાં મતદાન બુથની વિગત સાથે પોસ્ટર લાગ્યા. તેમજ હવે મતદારોને મતદાન મથક નહી શોધવું પડે.