- ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ,સાંજે 6 વાગ્યે પ્રચારના પડઘમ શાંત થશે.
મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા આખરી ઓપની તૈયારીઓ કરવામાં આવી રહી છે.સાંજે 6 વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે.ચૂંટણી જીતવા માટે દરેક રાજકીય પક્ષ દ્વારા અનેક એવા મુદ્દાઓને લઈને જાણતા પાસેથી મત મંગાવાનો પ્રયાસ કરી રહ્યા છે.ત્યારે જોવા જઈએ તો ભાજપ દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણીમાં કેન્દ્ર ના મુદ્દાઓના આધારે માટે મંગાવાના પ્રયાસો કરી રહ્યા છે.અમદાવદામાં મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચારમાં રેલી દરમ્યાન સ્થાનિક મુદ્દાઓને બાજુ પર રાખી રામમંદિર તેમજ CAA જેવા મુદ્દાઓ પર માટે માંગી રહ્યા છે.અમદાવાદ ભાજપની રેલીમાં રામમંદિર, 370 કલમ નાબુદી, CAA બિલ અને એક દેશ એક બંધારણ જેવા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓને બાજુ પર રાખી કાર્યકર્તાઓ દ્વારા દેશમાં થયેલા કાર્યોને લઈને મુદાઓ પર ચર્ચા કરવામાં આવે રહી છે. તો આ બાબત કેટલી યોગ્ય છે તેના વિશે અનેક સવાલો ઉભા થાય છે.રેલીમાં જોડાયેલા દરેક વાહનો પર રાષ્ટ્રીય મુદ્દાઓના પોસ્ટર લાગવા આવ્યા હતા આમ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના છેલ્લા સમયમાં કેન્દ્રમાં થયેલા કાર્યોને આધારે આખરી પ્રચારમાં જોડાય ગયા છે.
તો બીજી બાજુ જોવા જઈએ તો,ઉત્તર ગુજરાતમાં ભાજપ માટે પડકાર જનક સ્થતિનું નિર્માણ થઈ શકે છે.કારણે ભાજપ દ્વારા કરવમાં આવેલ સર્વેના આધારે જાણવા મળી રહ્યું છે કે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ભાજપને મુશ્કેલી પડી શકે એવી શક્યતાઓ દેખાય રહી છે31 જિલ્લા પંચાયતમાંથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપ માટે પડકારજનકનું નિર્માણ થઈ શકે છે,.અહીં ખેડૂત મતદારોની સંખ્યા મોટા પ્રમાણમાં હોવાના કારણે આ વિસ્તારમાં મુશ્કેલી પડી શેક છે.