મનપા ચૂંટણીની પહેલા ભાજપ 39 બેઠકો પર બિનહરીફ જાહેર થયું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબકકામાં યોજવા જેઇ રહી છે ત્યારેદરેક પક્ષો ધ્વરા ચૂંટણી જીતવાને લઈને એડી ચોટીનું જોર લગાવ્યા રહ્યું છે. તેમજ પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની બધી જ તૈયારીઓ કરવામાં આવી રહી છે.ત્યારે ભાજપ ચૂંટણી પહેલા જ બિનહરીફ જાહેર થયું છે.આગામી 21 ફેબ્રુઆરી રોજ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ છ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. જ્યારે 28 ફેબ્રુઆરીના રોજ નગરપાલિકા તથા તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્ર પરત લેવાનો છેલ્લો દિવસ હતો ત્યારે રાજ્યમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 39 બેઠકો પર ભાજપ બિનહરીફ તરીકે વિજેતા થયુ છે.
આમ ,સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા નગરપાલિકામાં 5 વોર્ડમાં ભાજપના 9 ઉમેદવાર બિનહરીફ જાહેર થયાં છે. સુરતના ઓલપાડ તાલુકા પંચાયતની પિંજરત અને ઓલપાડ બેઠક પર 1-1 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.ત્યારે અમદાવાદની વાત કરવામ આવે તો દસ્ક્રોઇ તાલુકા પંચાયતની 2 બેઠક પર બે ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. બીજી તરફ ભાવનગરના ઉમરાળા તાલુકાપંચાયતની 2 બેઠક, જૂનાગઢ જિલ્લા પંચાયતની બીલખા બેઠકમાં 1, થાનગઢ તાલુકા પંચાયતની 5 બેઠક, ભૂજ નગરપાલિકાની 2 તથા ધ્રાંગધ્રા નગરપાલિકાની 5 બેઠકો એક કુલ મળી નગરપાલિકામાં 9, તાલુકા પંચાયતમાં 17 અને 2 જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
બોટાદ જિલ્લાની વાત કરવામાં આવે તો, બોટાદમાં કોંગ્રેસના 18 ફોર્મ રદ થયા.જેમાં બોટાદની 7 સીટ, ગઢડાની 7 સીટ અને રાણપુરની 4 સીટ ઉપર ફોર્મ રદ થયા છે જયારે ભાજપ 5 બેઠકો પર બિનહરીફ જાહેર થઈ.