મહારાષ્ટ્રની ભંડારા જિલ્લા હોસ્પિટલમાં લાગેલી આગમાં CCTV ફૂટેજના આધારે 10 નવજાત બાળકોના મૃત્યુનું કારણ સ્પષ્ટ થયું
મહારાષ્ટ્રના ભંડારા જીલ્લાની હોસ્પિટલમાં લાગેલી આગમાં તપાસ દરમ્યાન આઘાત જનક માહિતી સામે આવી છે.મહારાષ્ટ્રના ભંડારા જીલ્લાની હોસ્પિટલમાં લાગેલી આગમાં 10 નવજાત બાળકોના મૃત્યુ થયા હતા.પરંતુ હાલ મળતી માહિતી મુજબ સ્થાનિક પોલીસ દ્વારા હજુ કોઈ પણ ગુનો નોંધી તપાસ હાથધરવામાં આવી નથી.તમેજ ગુનો પણ નોંધવામાં આવ્યો નથી.પોલીસ હજુ પણ ફોરેન્સિક લેબની તપાસની રાહ જોઈએ રહી છે. તેમનું જણાવવું એવું છે કે તપાસમાં મળતી માહિતીના આધારે જવાબદાર સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.તેમજ મહત્વનું છે કે તપાસ દરમ્યાન ફોરેન્સિક લેબ દાવર પોલીસ પાસેથી મળેલી ડીવીઆરમાં સીસીટીવી ફૂટેજ મળ્યા હતા.
જેના આધારે આખી ઘટના કેવી રીતે બની તે સ્પષ્ટ થાય છે.સીસીટીવી ફૂટેજ મુજબ 9 જાન્યુઆરીની મધરાત્રે 1.40 વાગ્યે આ ઘટના બની હતી.તેમજ જે જગ્યાએ આગ લાગી હતી ત્યાં 10નવજાત બાળકો હતા.આ ઉપરાંત CCTVમાં સ્પષ્ટ થાય છે કે બાળકોના મૃત્યુ આજ્ઞા ધુમાડાથી થયા છે.આગ લાગવાથી બાળકો રૂમમાં ગૂંગળાઈને ચિસો પડતા હતા અંદાજિત 21 મિનિટ સુધી બાળકો તડપતા રહ્યા હતા.પરંતુ બાળકોના બચાવ માટે કોઈ હાજર નતું તેમજ કોઈ ઘટનાસ્થળે આવ્યું હાજર થયું નહીં .CCTVમાં રેકોર્ડ થયેલ ઓડિયોના આધારે બાળકોના રડાવો આવજ સ્પષ્ટ થયો હતો.