- મહારાષ્ટ્માં કોરોના ફરી વકર્યો
- એક જ શાળાના 229 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણનામાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. જેને લઈને મહારાષ્ટ્ર સરકારે કેટલાક જિલ્લાઓમાં લોકડાઉનની જાહેરાત કરી છે ત્યારે વાશીમ જિલ્લામાં બુધવારે 318 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. પરંતુ ચિંતાજનક વાત એ છે રિસોડ તાલુકાના દેગાંવ સ્થિત એક શાળાની હોસ્ટેલના 190 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.હોસ્ટેલમાં રહેનારા તમામ વિદ્યાર્થીઓ અમરાવતી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી આવ્યા છે.
વાસીલ જિલ્લાની રિસોડ તાલુકાના દેવાંગ સ્થિત શાળાની હોસ્ટેલના 229 વિદ્યાર્થીઓ અને 3 કર્મચારીઓનો કોરોના પોઝિટીવ આવતા સમગ્ર વિસ્તારમાં કોરોનાનો ભય જોવા મળી રહ્યો છે. અમરાવતી, નાંદેડ, વશીમ, બુલઢાના અને અકોલાના 327 વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અર્થે આવે છે.
મહારાષ્ટ્માં કોરોના ફરી વકર્યો છે ત્યારે મુંબઈમાં 24 કલાકમાં કોરોનાના નવા 1167 કેસ સામે આવ્યા. 119 દિવસ બાદ કેસના આંકડા 1000ને પાર જોવા મળી રહ્યા છે. મુંબઈ બાદ અમરાવતીમાં કોરોનાના કારણે હાલત ગંભીર થતી જોવા મળી રહી છે. 802 નવા કેસ સામે આવ્યા છે. અને 10લોકોના કોરોનાના મૃત્યુ છે. મુંબઈ અને અમરાવતી બાદ પુણેમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. પુણેમાં બુધવારે 743 કોરોનાના કેસ મળ્યા છે. બીજી લહેરની શરૂઆત અમરાવતીથી જ થઇ છે અને મહારાષ્ટ્ર સરકારે અહીં લોકડાઉન કરવામાં આવ્યું છે.