મહારાષ્ટ્ર: ડેપ્યુટી સીએમ અજિત પવારનું મોટું નિવેદન, કહ્યું- જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો સંપૂર્ણ લોકડાઉન થશે

મહારાષ્ટ્રમાં કોરોના કેસ ઝડપી ગતિએ વધી રહ્યા છે. દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો લોકો કોરોના માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતા રહેશે તો સરકાર સંપૂર્ણ લોકડાઉન લાદવાની ફરજ પાડશે. સરકાર 2 એપ્રિલ સુધી આ મામલાઓ પર નજર રાખી રહી છે. જો કોરોના કાબૂમાં ના આવ્યો તો સરકાર પાસે લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ નથી. મહારાષ્ટ્રમાં હાલમાં નવી ગાઈડલાઈનનું એલાન કરાયું છે. જેમાં મોલ, માર્કેટ અને સિનેમાહોલમાં 50 ટકા ટકાની છૂટ છે. લગન્માં પણ 50થી વધારે લોકોને છૂટ નથી. અંતિમ સંસ્કારમાં પણ 20 લોકોને હાજર રહેવાની છૂટછાટ અપાઈ છે. આ તમામ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની જવાબદારી લોકોની છે. અજિત પવારે વધુમાં એમ પણ જણાવ્યું છે કે મેડિકલ સ્ટાફ અને અન્ય અધિકારીઓએ પણ કોરોનાના કેસો વધે તો લોકડાઉન લાગુ કરવાની સલાહ આપી છે.

કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સરકારની કડક ગાઈલાઈન હોવા છત્તા કેસમાં ઘટાડો થઇ રહ્યો નથી. કોરોના વાયરસનું સંકટ દેશમાં વધી રહ્યું છે, અને હવે મહારાષ્ટ્રમાં તેનું સૌથી વધુ અસર દેખાઈ રહી છે. આ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે સૌથી મોટો નિર્ણય કર્યો છે. રાજ્યના બીડ જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. જિલ્લામાં કોરોના વાયરસના વધતા મામલાઓને કારણે પ્રશાસને લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

બીડ જિલ્લામાં 26 માર્ચથી લઈને 4 એપ્રિલ સુધી સંપૂર્ણ રીતે લોકડાઉન કરવામાં આવ્યું છે. આ દરમ્યાન તમામ પ્રકારના બાઝાર, સ્કૂલ અને અન્ય સંસ્થાન પણ સંપૂર્ણ રીતે બધ રહેશે.અને લોકોને બહાર નિકળવા પર રોક લાગશે. જોકે અત્યંત જરૂરી કાર્ય પર જવા માટે છૂટ-છાટ આપી છે, બીડ જિલ્લા પહેલા મહારાષ્ટ્રના નાગપુરમાં 31 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ સિવાય નાસિક-ઠાણે-પુણે જેવા વિસ્તારોમાં પહેલેથીજ નાઈટ કર્ફયુ અથવા અન્ય સખ્ત પગલાં ઉઠાવવામાં આવ્યા છે.

કેસ ત્રણ હજારની નજીક પહોંચી સક્રિય ગયા કેસ
નોંધપાત્ર વાત એ છે કે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં કોરોના કેસને કારણે લોકડાઉન અને નાઇટ કર્ફ્યુની ઘોષણા થઈ ચૂકી છે.હવે તેમાં બીડનું નામ પણ જોડવામાં આવ્યું છે.બીડમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના કેસોમાં અચાનક વધારો થયો છે અને જિલ્લામાં સક્રિય કેસની સંખ્યા ફરી ત્રણ હજારને વટાવી ગઈ છે, આ જ કારણ છે કે હવે આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

Related posts

હાઈકોર્ટનો ફેસલો, દેશમુખ પર થશે સીબીઆઈ તપાસ

નવી વ્યવસ્થા ઉભી કરી રહ્યાં છીએ, તમામ હોસ્પિટલ્સ હાઉસફુલ છે : નીતિન પટેલ

Inside Media Network

ગુજરાતના ચારને બદલે 20 શહેરોમાં રાત્રી કરફ્યુ, રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી રહેશે કરફ્યુ

24 કલાકમાં 10732 કેસ નોંધાયા, કેજરીવાલે કહ્યું – જો હોસ્પિટલના બેડ ભરશે તો લોકડાઉન કરવામાં આવશે

Inside Media Network

મુંબઈ: શરદ પવારની અચાનક તબિયત લથડતાં બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કરાયા ભરતી

Inside Media Network

24 કલાકમાં રેકોર્ડ 1.26 લાખથી વધુ લોકો પોઝિટિવ મળી આવ્યા

Republic Gujarat